તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ 25 ઓક્ટોબર સુધી:દેવી દુર્ગા પંચદેવોમાં સામેલ છે, તેમની પૂજા રોજ કરવી જોઇએ, લાલ વસ્ત્ર અને આભૂષણ જરૂર ચઢાવો

9 દિવસ પહેલા
  • દેવી દુર્ગાની પૂજાની શરૂઆત ગણેશ પૂજા સાથે કરવી જોઇએ, દેવી સાથે જ શિવજીનું પણ ધ્યાન કરવું

હાલ આસો મહિનાની નવરાત્રિ ચાલી રહી છે. દેવી પૂજાનો આ ઉત્સવ 25 ઓક્ટોબર સુધી રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે દેવી દુર્ગા પંચદેવોમાંથી એક છે. ગણેશજી, શિવજી, વિષ્ણુજી, સૂર્યદેવ અને દેવી દુર્ગા આ પંચદેવ માનવામાં આવે છે. તેમની પૂજા રોજ કરવી જોઇએ. કોઇપણ શુભ કામની શરૂઆત પંચદેવોના પૂજનથી જ થાય છે.

દેવી દુર્ગાની પૂજા માટે થોડી ખાસ વસ્તુઓની જરૂરિયાત હોય છે. જેમ કે, મૂર્તિના સ્નાન માટે તાંબાનું વાસણ, લોટો, દૂધ, મૂર્તિને અર્પણ કરવામાં આવતાં લાલ વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધ, ફૂલ, નારિયેળષ ફળ, દૂધ, મીઠાઈ, પંચામૃત, સૂકા માવા, ખાંડ, પાન, દક્ષિણા વગેરે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવવું જોઇએ. દેવી પૂજામાં આ બધી વસ્તુઓ અર્પણ કરવી જોઇએ.

ગણેશ પૂજનથી દેવીપૂજાની શરૂઆત કરોઃ-
ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે બધા દેવી-દેવતાઓ પહેલાં તેમની પૂજા જરૂર કરવી જોઇએ. નવરાત્રિમાં પણ દેવી પૂજા પહેલાં ગણેશ પૂજન કરવું જોઇએ. દેવી દુર્ગા સાથે જ શિવજીનું પણ ધ્યાન કરો.

પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવો. લાલ ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ચોખા ચઢાવો. નારિયેળ અર્પણ કરો. ભોગ ધરાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. દેવીને પૂજન સામગ્રી અર્પણ કરો. માતા દુર્ગાની પૂજામાં દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો