7 ઓક્ટોબરથી નવરાત્રિ:ડોલીમાં બેસીને દેવી દુર્ગા આવશે, દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આસો મહિનાની નવરાત્રિ ગુરુવાર, 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ વખતે આ ઉત્સવ 8 દિવસનો રહેશે અને 14 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. આ નોરતાને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે, તે વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. જો નવરાત્રિની શરૂઆત સોમવાર કે રવિવારથી થાય તો માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને પૃથ્વી લોક આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ઘોડા ઉપર સવાર થઈને આવે છે. જો નવરાત્રિની શરૂઆત બુધવારથી થઈ રહી હોય તો દેવી માતા હોડીમાં આવે છે. જો ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે. આ વખતે નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા ડોલીમાં સવાર થઈને આવશે.

માતાનું આગમન ડોલીમાં થશે અને વિદાય પણ ડોલીમાં જ થશે. આ વાહનનો સંદેશ એ છે કે દેવી માતાની કૃપાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થશે અને દેશ-દુનિયાની અશાંતિ દૂર થશે. વેપાર વધશે અને જનતાને સુખ મળશે.

આસો મહિનાના સુદ પક્ષની એકમ તિથિ એટલે નવરાત્રિના પહેલાં દિવસે ઘટ સ્થાપના કરીને શક્તિ પૂજન શરૂ કરી શકાય છે. એકમથી નોમ સુધી ભક્તેતન-મનથી શુદ્ધિ રહીને દેવી માતાનું પૂજન કરવું જોઈએ. ભક્તે આંતરિક શુદ્ધિ રાખવી જોઈએ એટલે વિચારોની પવિત્રતા, ખરાબ વિચારોનો ત્યાગ કરવો.બહારથી શુદ્ધિ એટલે અધાર્મિક કર્મોથી બચવું અને ધર્મ પ્રમાણે કામ કરવું. શ્રીદુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. સંયમ પૂર્વક રહેવું. નવરાત્રિનું વ્રત કરનાર ભક્ત શુદ્ધ અને સંયમિત રહેશે, દેવી પૂજા જલ્દી સફળ થઈ શકે છે.

નવરાત્રિના દિવસોમાં દેવી માતાના પ્રાચીન મંદિરોમાં દેવી દર્શન કરવાનું પણ મહત્ત્વ ખૂબ જ વધારે છે. જો શક્ય હોય તો કોઈ પૌરાણિક મહત્ત્વ આપનાર દેવી મંદિરની યાત્રા કરો. દર્શન-પૂનમ કરતી સમયે કોરોના મહામારીને લગતા નિયમોનું પાલન કરો.