13 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાંતિ:આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપવાથી યાદશક્તિ વધે છે, સ્નાન-દાન કરવાથી બીમારીઓ દૂર થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

13 ફેબ્રુઆરી, રવિવારે સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનને જ જ્યોતિષમાં સંક્રાંતિ કહેવામાં આવે છે. દર મહિને સૂર્યના રાશિ બદલવાથી વર્ષમાં 12 સંક્રાંતિઓ આવે છે. તેમાં બધાનું મહત્ત્વ અલગ હોય છે. તે પછી સૂર્ય 14 માર્ચના રોજ રાશિ બદલીને મીનમાં જતો રહેશે. રવિવારનો સ્વામી સૂર્ય હોય છે અને આ વખતે કુંભ સંક્રાંતિ રવિવારના રોજ છે. એટલે આ પર્વનું શુભ ફળ વધી જશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય પૂજા કરી અર્ઘ્ય આપવું અને સૂર્યની પૂજા કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. અર્ક પુરાણ પ્રમાણે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં કોઈપણ સભ્ય ઉપર કોઈ મુશ્કેલી આવતી નથી કે રોગ થતો નથી. ઉંમર વધે છે અને સાથે જ ભગવાન આદિત્યના આશીર્વાદથી જીવનના અનેક દોષ પણ દૂર થઈ જાય છે. જેથી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં પણ વધારો થાય છે. આ દિવસે ખાદ્ય વસ્તુઓ, વસ્ત્ર અને ગરીબોને દાન આપવાથી બેગણું પુણ્ય મળે છે.

કુંભ સંક્રાંતિ મુહૂર્ત
13 ફેબ્રુઆરી રવિવાર

  • શુભ મહૂર્ત- સવારે 7:00 થી બપોરે 12:35 સુધી (5 કલાક 34 મિનિટ)
  • મહાપુણ્ય કાળ- સવારે 7:00 से 8:55 સુધી (1 કલાક 53 મિનિટ)
અર્ક પુરાણ પ્રમાણે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં કોઈપણ સભ્ય ઉપર કોઈ મુશ્કેલી આવતી નથી કે રોગ થતો નથી.
અર્ક પુરાણ પ્રમાણે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં કોઈપણ સભ્ય ઉપર કોઈ મુશ્કેલી આવતી નથી કે રોગ થતો નથી.

કુંભ સંક્રાંતિ
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો પિતા માનવામાં આવ્યા છે. સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન સ્થિતિ દ્વારા જ જળવાયુ અને ઋતુઓમાં પરિવર્તન થાય છે. સૂર્યની સ્થિતિ અથવા રાશિ પરિવર્તન જ સંક્રાંતિ કહેવાય છે. હિન્દુ ધર્મંમાં સંક્રાંતિનું મોટું મહત્ત્વ છે. સંક્રાંતિ પર્વ પર સૂર્યોદયથી પહેલાં સ્નાન અને ગંગા સ્નાનનું અત્યંત મહત્ત્વ છે. ગ્રંથો પ્રમાણે સંક્રાંતિ પર્વ પર સ્નાન કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. દેવી પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સંક્રાંતિના દિવસે જે સ્નાન નથી કરતાં તેઓ અનેક જન્મો સુધી દરિદ્ર રહે છે. સંક્રાંતિના દિવસે દાન અને પુણ્યકર્મોની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે.

કુંભ સંક્રાંતિનો અર્થ
જ્યોતિષ પ્રમાણે સૂર્ય ગતિમાન છે અને તે એક રૈખિક પથ પર ગતિ કરી રહ્યો છે. સૂર્યની આ ગતિને લીધે તે પોતાનું સ્નાન પરિવર્તન કરતો રહે છે. સાથે જ વિભિન્ન રાશિઓમાં ગોચર થાય છે. સૂર્ય કોઈપણ રાશિમાં લગભગ એક મહિનો સુધી રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જે હિન્દુ પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્રમાં સંક્રાંતિની સજ્ઞા આપવામાં આવી છે. મકર સંક્રાંતિ પછી સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે જેને કુંભ સંક્રાતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુંભ અને મીન સંક્રાંતિનું પણ અનોખું મહત્ત્વ હોય છે. કારણ કે આ સમયમાં વસંતઋતુ અને ત્યારબાદ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. કુંભ સંક્રાંતિ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે.

મકર સંક્રાંતિ પછી સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે જેને કુંભ સંક્રાતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુંભ અને મીન સંક્રાંતિનું પણ અનોખું મહત્ત્વ હોય છે
મકર સંક્રાંતિ પછી સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે જેને કુંભ સંક્રાતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુંભ અને મીન સંક્રાંતિનું પણ અનોખું મહત્ત્વ હોય છે

કુંભ સંક્રાંતિનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં પૂર્ણિમા, અમાસ અને એકાદશી તિથિનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ સંક્રાંતિ તિથિનું પણ હોય છે. સંક્રાંતિના દિવસ સ્નાન ધ્યાન અને દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. કુંભ સંક્રાંતિના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કરો અને સ્નાનમાં કરવાના પાણીમાં તલ જરૂર ભેળવવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્ય દેવને અર્ઘ્ય આપો. ત્યારબાદ મંદિરે જઈને શ્રદ્ધા પ્રમાણે દાન કરો. પોતાની ઈચ્છાથી બ્રાહ્મણોને ભોજન કરાવો. તલ અને ગોળથી બનેલી વસ્તુઓ ખાઓ.