તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટાભાગના લોકો સુખ-શાંતિ ઇચ્છે છે, પરંતુ તેમનું મન લાલચમાં ફસાયેલું રહે છે. જે લોકો પોતાની મહેનતથી કમાયેલાં ધનથી સંતુષ્ટ થતાં નથી અને અન્યની સંપત્તિને મેળવવાની કોશિશ કરે છે. તેમનું મન ક્યારેય શાંત રહી શકતું નથી. ગીતામાં આ અંગે શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો.
શ્રીમદ ભાગવત ગીતાના બીજા અધ્યાયના 14માં શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, સુખ-દુઃખ તો શરદી-ગરમી જેવું હોય છે. સુખનો આનંદ લેવો, પરંતુ દુઃખને પણ સહન કરતાં શીખવું જોઇએ. જેણે ખોટી ઇચ્છાઓ અને લાલચને છોડી દીધી છે, માત્ર તેને જ સુખ-શાંતિ મળી શકે છે. કોઇપણ વ્યક્તિ ઇચ્છાઓથી મુક્ત નથી, પરંતુ ખોટી ઇચ્છાઓને આપણે જરૂર છોડી શકીએ છીએ.
અન્યની સંપત્તિને જોઇને મનમાં તેને મેળવવાની ઇચ્છા હોવી જ લાલચ છે. આવી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે લોકો ખોટા કામ પણ કરવા લાગે છે. જેના કારણે મન અશાંત થઇ જાય છે. એટલે લાલચથી બચવું. સુખ હોય કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં સમભાવ રહેવું જોઇએ. સમભાવ એટલે સુખમાં વધારે ખુશ થવું જોઇએ નહીં અને દુઃખમાં વધારે દુઃખી થવું જોઇએ નહીં. દરેક પરિસ્થિતિમાં ધર્મ પ્રમાણે આગળ વધતાં રહેવું જોઇએ.
ભગવાનનું ધ્યાન કરો, પરંતુ કર્મ પણ જરૂર કરોઃ-
ગીતાના આઠમા અધ્યાયના 7મા શ્લોકમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે, તમે મારું ધ્યાન કરો, પરંતુ તમારું કર્મ પણ જરૂર કરો. તમારું કામ વચ્ચે છોડીને માત્ર ભગવાનનું નામ લેતા રહેવાથી જીવન સફળ થતું નથી. કર્મ કર્યા વિના જીવન સુખી અને સફળ થઇ શકે નહીં. માત્ર કર્મ કરવાથી જ આપણને તે સિદ્ધિ મળી શકે છે, જે સંન્યાસ લેવાથી પણ મળતી નથી.
શ્રીકૃષ્ણ કર્મને જ મહત્ત્વપૂર્ણ માને છે. જે લોકો કર્મ છોડીને માત્ર ભક્તિ કરે છે, તેમનું જીવન દુઃખોથી ઘેરાયેલું રહે છે. શાસ્ત્રોમાં પણ આ વાત જણાવવામાં આવી છે કે વ્યક્તિએ ધર્મના માર્ગે ચાલીને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવું જોઇએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.