મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી રવિવારના રોજ છે. આ દિવસે આખો દિવસ સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. એકાદશી તિથિ પણ આખો દિવસ રહેશે. જેથી વ્રત અને પૂજાથી મળતું શુભફળ વધી જશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીને ખાસ માનવામાં આવે છે. તેને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. માન્યતા પ્રમાણે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે અર્જુનને કુરૂક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ એકાદશીએ વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભાગવત ગીતાના 11માં અધ્યાયનો પાઠ કરવો જોઈએ.
ગીતાજીનું પૂજન આ રીતે કરો
ગીતા જયંતીના દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કરવું. તે પછી ભગવાન વિષ્ણુના શ્રીકૃષ્ણ સ્વરૂપને પ્રણામ કરો. પછી ગંગાજળ છાંટીને પૂજાના સ્થાનને સાફ કરો. તે પછી ત્યાં બાજોટ રાખીને તેના ઉપર સાફ કપડું પાથરો અને શ્રીકૃષ્ણની મૂર્તિ અને શ્રીમદ્ ભાગવત્ ગીતાનો ગ્રંથ રાખો. તે પછી ભગવાન કૃષ્ણ અને શ્રીમદ્ ભાગવત્ ગીતાને જળ, ચોખા, પીળા ફૂલ, ધૂપ-દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરો. તે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ.
ગીતાજીનું દાન કરવાથી પુણ્ય મળે છે
શ્રીમદ્ ભાગવત્ ગીતામાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પરમ જ્ઞાનને અન્ય સુધી પહોંચાડવું જોઈએ. આવું કરવાથી પુણ્ય મળે છે. ત્યાં જ, થોડાં ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ ગ્રંથનું દાન મહાદાનમાંથી એક છે. ભગવાનના મુખમાંથી પ્રકટ થયેલાં જ્ઞાનનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ નષ્ટ પામે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.