હિંદુ કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ માતા ગાયત્રી અવતરણ થયા હતાં એવી માન્યતા છે. આ દિવસને ગાયત્રી જયંતી તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે ગાયત્રી જયંતી પર્વ 9 જૂન, ગુરુવારે છે. હિંદુ ધર્મમાં માતા ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. એટલે બધા જ વેદ તેમના દ્વારા જ બન્યા છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.
અથર્વવેદમા ઉલ્લેખવામાં આવ્યું છે કે માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મવર્ચસ મળે છે. વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેના દ્વારા પરેશાનીઓ સમયે તેમની રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
માતા ગાયત્રી પંચ તત્વોની દેવી છે
હિંદુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે. જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના પાંચ તત્વોથી બન્યું છે. સંસારમાં જેટલાં પણ પ્રાણ છે, તેમનું શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ-શક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલે ગાયત્રી ઉપાસના ચોક્કસ કરવી જોઈએ.
ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે ધ્યાનમાં રાખવામાં આવતી વાતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.