સોમવાર, 1 નવેમ્બર એટલે આજે ગોવસ્ત બારસ એટલે કે વાઘબારસ કે ગૌવત્સદ્વાદશી પર્વ ઊજવાશે. આ દિવસે રમા એકાદશી પણ ઊજવવામાં આવશે. સોમવારે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે. હિંદુ ધર્મમાં પશુઓને પણ દેવી-દેવતા સમાન માન-સન્માન આપવામાં આવે છે. હાથી, ગાય, ખિસકોલી, વાંદરું, સિંહ, ઉંદર, મોર વગેરે કોઇને કોઇ દેવી-દેવતાના વાહન છે. આ બધામાં ગાયનું મહત્ત્વ અનેક ગણું છે.
શ્રીકૃષ્ણને ગૌમાતા વિશેષ પ્રિય છે-
ભગવાન શ્રીકૃષ્ણને ગૌમાતાથી વિશેષ પ્રેમ મળ્યો હતો. તેમણે અનેક વર્ષો સુધી વૃંદાવનમાં ગાયનું પાલન અને દેખરેખ પણ કર્યું. તેના કારણે જ શ્રીકૃષ્ણનું એક નામ ગોપાલ પણ છે. ગોપાલ એટલે જે ગાયનું પાલન કરતાં હોય. શ્રીકૃષ્ણ સાથે જ ગૌમાતાની પ્રતિમાની પણ પૂજા કરવી જોઇએ.
પંચગવ્ય સ્વાસ્થ્યવર્ધક છે-
ગાયનું દૂધ જ નહીં, દૂધથી બનેલી ઘી, દહીં અને ગાયનું મૂત્ર, ગોબર પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પંચગવ્ય જે ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરને એકસાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ પંચગવ્ય સ્વાસ્થ્યવર્ધક હોય છે. કોઇ નિષ્ણાત વૈદ્ય પાસેથી સલાહ લઇને તેનું સેવન કરી શકાય છે.
રોજ ગાયને રોટલી આપવી જોઇએ-
રોજ સવાર-સાંજ જ્યારે પણ ભોજન બને છે તો ગાય માટે પણ ઓછામાં ઓછી એક રોટલી અલગ કાઢી લેવી જોઇએ. જે લોકો આ પરંપરાનું પાલન કરે છે, તેમના ઘરમાં અન્ન દેવી અન્નપૂર્ણાની વિશેષ કૃપા રહે છે.
કોઇ ગૌશાળામાં ધનનું દાન કરવું જોઇએ-
આજના સમયમાં ગાયનું પાલન કરવું બધા માટે શક્ય નથી. ગૌદાન પણ બધા કરી શકે નહીં. એવી સ્થિતિમાં પોતાની શક્તિ પ્રમાણે ધનનું દાન કોઇ ગૌશાળામાં કરવું જોઇએ. કોઇ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. ઘરમાં બનેલી રોટલી ખવડાવી શકાય છે. ધ્યાન રાખો કે, ગાયને વાસી રોટલી ખવડાવવી નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.