તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડનાં ચારધામ:ગંગોત્રીના કપાટ બંધ થયાં, આજે સવારે 8.30 વાગ્યે કેદારનાથ અને બપોરે 12.15 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ બંધ થશે

5 મહિનો પહેલા
 • ઠંડીની ઋતુમાં ઉત્તરાખંડના ચારધામના કપાટ બંધ રહે છે, કેમ કે ઠંડીના કારણે અહીંનું વાતાવરણ પ્રતિકૂળ થઇ જાય છે

રવિવાર, 15 નવેમ્બરના રોજ ઉત્તરાખંડના ચારધામમાંથી એક ગંગોત્રી ધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ વર્ષે ગંગોત્રી ધામમાં લગભગ 23 હજાર લોકોએ દર્શન કર્યાં. આજે બે અન્ય ધામ કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ પણ બંધ કરી દેવામાં આવશે.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી હરિશ ગૌડના જણાવ્યાં પ્રમાણે આજે સવારે 8.30 વાગ્યે કેદારનાથ અને બપોરે 12.15 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ બંધ થશે. ત્યાર બાદ 19 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ પછી ગંગોત્રીના કપાટ બંધ કરવામાં આવ્યાં

રવિવારે ગંગોત્રી ધામમાં અન્નકૂટ આયોજિત કરવામાં આવ્યો હતો. અહીં ગોવર્ધન પૂજા પછી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યાં છે. કપાટ બંધ થયા પછી માતા ગંગાની ઉત્સવ ડોલી શીતકાલીન પ્રવાસ મુખબા માટે રવાના થઇ.

22 નવેમ્બરના રોજ મધ્યમહેશ્વર મેળોઃ-

ડો. હરીશ ગોડના જણાવ્યાં પ્રમાણે ગુરુવાર, 19 નવેમ્બરની સાંજે 3.35 વાગ્યે બદ્રીનાથના કપાટ બંધ થઇ જશે. દ્વિતીય કેદાર મધ્યમહેશ્વરના કપાટ પણ 19 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યે બંધ થશે. તૃતીય કેદાર તુંગનાથના કપાટ 4 નવેમ્બરના રોજ બંધ થઇ ગયાં છે. ચતુર્થ કેદાર રૂદ્રનાથજીના કપાટ 17 ઓક્ટોબરના રોજ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ વર્ષે મધ્યમહેશ્વરજીની ઉત્સવ ડોલી 22 નવેમ્બરના રોજ શીતકાલીન ગદ્દી સ્થળ ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચી. આ દિવસે શ્રી મધ્યમહેશ્વર મેળો પણ આયોજિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો