તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganga Saptami And Chitragupta Festival Is On 18 May Ganga Snan And Puja On This Special Day Importance Of Ganga Saptami And Chitragupta Festival

પર્વ:18મીએ ગંગા સાતમ અને ચિત્રગુપ્ત પ્રાકટ્ય ઉત્સવ, આ દિવસે સ્નાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે ઘરમાં જ પૂજા કરો અને ગંગાજળથી સ્નાન કરો

18 મે, મંગળવારે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ છે. જેને ગંગા સાતમ અને ચિત્રગુપ્ત પ્રાકટ્યોત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે આ પર્વ ઉપર ગંગા તીર્થ સ્નાન અને ભગવાન ચિત્રગુપ્તની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કોરોના મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ અને ઘરમાં જ ભગવાન ચિત્રગુપ્તની વિશેષ પૂજા કરવી જોઇએ.

ગંગા સાતમઃ-
પં. મિશ્રા પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમને ગંગા સાતમ કહેવામાં આવે છે. માન્યતા પ્રમાણે ગંગાની ઉત્પત્તિ આ દિવસે જ થઇ હતી. ધર્મ ગ્રંથો પ્રમાણે જ્યારે કપિલ મુનિના શ્રાપથી સૂર્યવંશી રાજા સગરના 60 હજાર પુત્ર ભસ્મ થઇ ગયાં. ત્યારે તેમના ઉદ્ધાર માટે રાજા સગરના વશંજ ભગીરથે ઘોર તપસ્યા કરી માતા ગંગાને પ્રસન્ન કર્યાં અને તેમને ધરતી ઉપર લઇને આવ્યાં હતાં. ગંગાના સ્પર્શથી જ સગરના 60 હજાર પુત્રોનો ઉદ્ધાર થઇ શક્યો. ગંગાને મોક્ષદાયિની કહેવામાં આવે છે.

કોરોના મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ
કોરોના મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ

ચિત્રગુપ્ત પ્રાકટ્ય દિવસઃ-
ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ યમરાજના સહયોગી ચિત્રગુપ્ત પ્રકટ થયા હતા. ચિત્રગુપ્ત યમલોકમાં ન્યાયાલયના લેખક માનવામાં આવે છે. એકવાર જ્યારે બ્રહ્માજી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમના અંગથી અનેક રંગોથી વિચિત્ર લેખની માટે એક પુરૂષ ઉત્પન્ન થયો હતો. તેમનું નામ જ ચિત્રગુપ્ત હતું. બ્રહ્માજીની કાયાથી ઉત્પન્ન થવાના કારણે તેમને કાર્યસ્થ પણ કહેવામાં આવે છે.

ચિત્રગુપ્તે બ્રહ્માજીને પોતાના કાર્ય વિશે પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ જણાવ્યું કે, તમારું કામ યમલોકમાં મનુષ્યોના પાપ અને પુણ્યના લેખ તૈયાર કરવાનું છે. તે સમયથી જ યમલોકમાં પાપ અને પુણ્યની ગણના ચિત્રગુપ્ત કરે છે. અમ્બષ્ટ, માથુર તથા ગૌડ વગેરે તેમના બાર પુત્ર થયા.