તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનું મહત્ત્વ સમજાવતું પર્વ:20મીએ ગંગા દશેરા અને 21 જૂને નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદુ કેલેન્ડરનો જેઠ મહિનો ગરમીની ઋતુમા આવે છે, એટલે ઋષિ-મુનિઓએ પાણી બચાવવા માટે વ્રત બનાવ્યાં

હિંદુ કેલેન્ડરના જેઠ મહિના દરમિયાન ગરમીનું વાતાવરણ રહે છે. એટલે પાણીનું મહત્ત્વ સમજવા માટે ઋષિ-મુનિઓએ આ મહિને સતત બે દિવસ પાણી સાથે જોડાયેલાં બે વર્ત-પર્વની વ્યવસ્થા કરી છે. જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિએ ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવે છે. તે પછીના જ દિવસે એકાદશીએ આખો દિવસ પાણી પીધા વિના નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવે છે. સાથે જ આખો મહિનો જળદાન પણ કરવામાં આવે છે. આ પ્રકારે પાણી બચાવવાની કોશિશ કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે ગંગાનું પાણી ગુણોથી ભરપૂર છે અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ હોવાથી ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવે છે
વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે ગંગાનું પાણી ગુણોથી ભરપૂર છે અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ હોવાથી ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવે છે

ગંગા દશેરાઃ 20 જૂન, રવિવારઃ-
આ વ્રત દ્વારા ઋષિઓએ સંદેશ આપ્યો છે કે ગંગા નદીની પૂજા કરવી જોઈએ અને જળનું મહત્ત્વ સમજવું જોઈએ. થોડા ગ્રંથોમાં ગંગા નદીને જયેષ્ઠ પણ કહેવામાં આવે છે. કેમ કે તે પોતાના ગુણના કારણે અન્ય નદીઓ કરતા વધારે મહત્ત્વપૂર્ણ માનવમાં આવે છે. એટલે તેને જયેષ્ઠ એટલે અન્ય નદીઓ કરતા મોટી માનવામાં આવે છે.

ભૌગોલિક દૃષ્ટિએ જોવામાં આવે તો સિંધુ અને બ્રહ્મપુત્ર નદી ગંગાથી મોટી છે. પરંતુ વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે ગંગાનું પાણી ગુણોથી ભરપૂર છે અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ હોવાથી ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવે છે. આ પર્વમા ગંગા નદીની પૂજા પછી અન્ય 7 પવિત્ર નદીઓની પણ પૂજા કરવામાં આવે છે.

કથા પ્રમાણે મહાભારત કાળમાં સૌથી પહેલાં ભીમે આ વ્રત કર્યું હતું. એટલે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે
કથા પ્રમાણે મહાભારત કાળમાં સૌથી પહેલાં ભીમે આ વ્રત કર્યું હતું. એટલે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે

નિર્જળા એકાદશીઃ 21 જૂન, સોમવારઃ-
ગંગા દશેરાના બીજા દિવસે જ નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીવામાં આવતું નથી. કથા પ્રમાણે મહાભારત કાળમાં સૌથી પહેલાં ભીમે આ વ્રત કર્યું હતું. એટલે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.

આ વ્રતમા સવારે જલ્દી સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજામાં જળદાનનો સંકલ્પ પણ લેવામાં આવે છે. વ્રત કરનાર વ્યક્તિએ આખો દિવસ જળ પીવું નહીં અને માટીના ઘડામાં પાણી ભરીને તેનું દાન કરવું. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી પાણીનું મહત્ત્વ જાણવા મળે છે.