• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganga Dussehra Tomorrow: Out Of The Ten Yogas In Which Ganga Came On Earth, Seven Yogas Will Be Formed This Time, 10 Sins Will Be

ગંગા દશેરા:જે દસ યોગમાં ગંગા માતા ધરતી ઉપર આવ્યા હતાં તેમાંથી સાત યોગ આવતીકાલે બનશે, સ્નાન-દાન કરવાથી 10 પ્રકારના પાપ દૂર થશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગંગા દશેરા 9 જૂનના રોજ એટલે આવતી કાલે છે. જેઠ મહિનાના સુદ પક્ષની દશમી તિથિએ આ પર્વ ઊજવવામાં આવે છે. આ ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણનો દિવસ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્ત્વ છે. માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે.

આ વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષની દશમી તિથિએ હસ્ત નક્ષત્ર અને વ્યતિપાત યોગ સાથે જ વૃષભ રાશિનો સૂર્ય અને કન્યા રાશિમાં ચંદ્ર રહીને ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવશે. આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈપણ પવિત્ર નદી, સરોવર કે ઘરમાં ગંગાજળથી નાહવાની પરંપરા છે. તે પછી દેવી ગંગા સાથે નારાયણ, શિવ, બ્રહ્મા, સૂર્ય, રાજા ભગીરથ અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ.

આ દિવસે આ 10 યોગની માન્યતા છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જે દસ યોગમાં ગંગા ધરતી ઉપર આવ્યા હતાં, તેમાંથી સાત યોગ આ વર્ષે બની રહ્યા છે. જેઠ મહિનાના સુદ પક્ષની દશમી તિથિએ 10 યોગમાં દેવીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. એટલે આ પર્વને દશહરા કહેવામાં આવે છે. જેમાં આ 10 યોગ ઉલ્લેખવામાં આવ્યાં છે- જેઠ મહિનો, સુદ પક્ષ, દશમી તિથિ, બુધવાર, હસ્ત નક્ષત્ર, વ્યાતિપાત યોગ, ગર કરણ, આનંદ યોગ, કન્યાનો ચંદ્ર અને વૃષભનો સૂર્ય. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે ગંગા દશેરાએ 10માંથી 7 યોગ બની રહ્યા છે. આનંદ યોગ, ગર કરણ અને બુધવારનો સંયોગ આ વર્ષે નથી.

ગંગા દશેરાએ પીણું, માટલું, પંખો, તરબૂચ, કેરી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે
ગંગા દશેરાએ પીણું, માટલું, પંખો, તરબૂચ, કેરી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે

દાન કરવાનું મહત્ત્વ
આ દિવસે 10 અંકનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે કે ગંગા દશેરાના દિવસે તમે જે પણ દાન કરો તેની સંખ્યા 10 હોવી શુભ જ ખૂબ જ માનવામાં આવે છે. એ જ નહીં, પૂજા-પાઠમાં સામેલ સામગ્રીઓની સંખ્યા પણ, જેમ કે 10 દીવા, ફૂલ, ફળ વગેરે. ગંગામં 10 વાર ડુબકી પણ લગાવવી જોઈએ. આ દિવસે જે મનોકામના કરવામાં આવે તે પૂરી ચોક્કસ થાય છે.

ગંગા દશેરાએ પીણું, માટલું, પંખો, તરબૂચ, કેરી, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન માત્ર કરવાથી 10 પ્રકારના પાપ ધોવાઇ જાય છે, જેમાં 3 શારીરિક, 4 વાણી દ્વારા કરેલાં પાપ અને 3 માનસિક પાપ સામેલ છે. એટલે હિંદુ ધર્મને માનતા લોકો પોતાના જીવનકાળમાં એકવાર તો ગંગા સ્નાન ચોક્કસ કરે છે.

કયા 10 પાપ દૂર થાય છે
બ્રહ્મપુરાણ પ્રમાણે, હસ્ત નક્ષત્ર સાથે જેઠ સુદ પક્ષની દશમ તિથિ દસ પ્રકારના પાપ દૂર કરે છે. એટલે જ તેને દશહરા કહેવામાં આવે છે. દસ પાપમાં મંજૂરી વિના અન્ય લોકોની વસ્તુ લેવી, હિંસા, પરસ્ત્ર ગમન, કડવા વચન બોલવા, ખોટું બોલવું, પીઠ પાછળ વાતો કરવી, ફાલતૂ વાતો કરવી, અન્ય લોકોની વસ્તુઓને ગેર કાયદેસર રીતે લેવાનો વિચાર કરવો, અન્ય લોકોનું ખરાબ થાય તેવી કામના અને નાસ્તિક બુદ્ધિ રાખવી સામેલ છે.