તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganga Dussehra On June 20, Ganga Dussehra 2021, Ganga And Shantanu Katha, Mahabharata Katha In Hindi, Facts About Ganga River

મહાભારતની કથા:20 જૂને ગંગા દશેરાઃ ગંગા અને રાજા શાંતનુના લગ્ન થયા હતાં, ગંગાએ 7 પુત્રોને નદીમાં વહાવી દીધા હતાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંગા પુત્ર ભીષ્મે પોતાના પિતા શાંતનુના સત્યવતી સાથે લગ્ન કરાવ્યાં હતાં

રવિવાર, 20 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ છે. આ તિથિએ ગંગા દશેરા ઊજવવામાં આવે છે. માન્યતા છે કે, પ્રાચીન સમયમાં આ તિથિએ ગંગા માતા પૃથ્વી ઉપર આવ્યાં હતાં. ગંગા નદી સંબંધિત મહાભારતમાં કથા ઉલ્લેખવામાં આવી છે. આ કથા પ્રમાણે ગંગાના લગ્ન રાજા શાંતનુ સાથે થયાં હતાં.

મહાભારત પ્રમાણે રાજા શાંતનુને દેવ નદી ગંગા સાથે પ્રેમ થઇ ગયો હતો. રાજાએ ગંગા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ગંગાએ શાંતનુ સામે શરત રાખી કે, તેને પોતાના પ્રમાણે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઇએ, જે દિવસે શાંતનુ તેમને કોઇ વાતને લઇને રોકશે, તે રાજાને છોડીને જતી રહેશે. શાંતનુએ ગંગાની આ શરત માની લીધી અને લગ્ન કરી લીધા. લગ્ન પછી ગંગા જ્યારે પણ કોઇ સંતાનને જન્મ આપતી, તે તરત તેને નદીમાં વહાવી દેતી હતી.

શાંતનુ પોતાના વચનના કારણે ગંગાને આ કામ કરવાથી રોકતાં નહોતાં. જ્યારે આઠમાં સંતાનને પણ ગંગા નદીમાં પ્રવાહિત કરવા જઇ રહી હતી ત્યારે શાંતનુથી રહેવાયું નહીં. તેમણે ગંગાને રોકીને પૂછ્યું કે, તે પોતાની સંતાને આ પ્રકારે નદીમાં કેમ વહાવી રહી છે? ગંગાએ કહ્યું કે, રાજન આજે તમે તમારા સંતાન માટે મારી શરત તોડી દીધી છે. હવે આ સંતાન જ તમારી પાસે રહેશે.

શાંતનુએ પોતાના સંતાનને બચાવી લીધો, પરંતુ તેને સારી શિક્ષા માટે થોડાં વર્ષ ગંગા સાથે જ રહેવા દીધો. તે બાળકનું નામ દેવવ્રત રાખવામાં આવ્યું. થોડાં વર્ષ બાદ ગંગા તેને પાછો આપવા આવી. ત્યાં સુધી તે એક મહાન યોદ્ધા અને ધર્મજ્ઞ બની ગયો હતો. પુત્ર માટે શાંતનુએ ગંગા જેવી દેવીનો ત્યાગ સ્વીકાર કર્યો, તે પુત્રને શિક્ષા માટે અનેક વર્ષ પોતાનાથી દૂર પણ રાખ્યો. આ દેવવ્રતે શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવવા માટે આજીવન કુંવારા રહેવાની ભીષણ પ્રતિજ્ઞા પણ લીધી. ત્યાર બાદ તેમનું નામ ભીષ્મ પડ્યું. ભીષ્મે છેલ્લાં સમય સુધી પોતાના પિતાના વંશની રક્ષા કરી હતી.