• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganga Dussehra On 9th June: When Ganga Descended From Heaven To Earth, It Was The Tenth Day Of Shukla Paksha Of Jyeshtha Month.

9 જૂને ગંગા દશેરા:જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ ગંગા માતા સ્વર્ગથી પૃથ્વી ઉપર અવતરિત થયા હતાં

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગંગા નદીને હિંદુ ધર્મમાં દેવી અને માતા તરીકે પૂજવામાં આવે છે અને તેમના જ ધરતી ઉપર અવતરણના દિવસ તરીકે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. ગંગા દશેરા દર વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષમાં ઉજવાય છે. આ વખતે આ પર્વ 9 જૂનના રોજ રહેશે. માન્યતા છે કે જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરિત થયા ત્યારે તે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ હતી, ત્યારથી જ આ તિથિને ગંગા દશેરા તરીકે ઊજવવામાં આવે છે.

ગંગા પર્વ સાથે જોડાયેલી માન્યતા
આ પર્વને લઇને માન્યતા છે કે આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અનંત કૃપા મળે છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી શરીર શુદ્ધ અને માનસિક વિચારોથી મુક્ત થાય છે. અમૃતદાયિની માતા ગંગાના સ્પર્શથી જ મૃત્યુલોકના જીવોનો ઉદ્ધાર થવો અને તેમને મુક્તિ મળી જવા જેવી માન્યતાઓ આ પર્વને લઈને છે. એટલે આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવી જોઈએ.

ગંગા દશેરાના દિવસે પૂજા અને સ્નાન સમયે મંત્રજાપનું પણ મહત્ત્વ છે. જેથી મોક્ષદાયિની માતા ગંગા પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યના આશીર્વાદ આપે.
ગંગા દશેરાના દિવસે પૂજા અને સ્નાન સમયે મંત્રજાપનું પણ મહત્ત્વ છે. જેથી મોક્ષદાયિની માતા ગંગા પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યના આશીર્વાદ આપે.

ગંગા દશેરા સાથે જોડાયેલી માન્યતાઓ એવી પણ છે કે ચંદ્ર જળ તત્વનો કારક છે. જો તમે રોજિંદા જીવનમાં જળને દૂષિત કરો છો અને સંરક્ષણ કરતા નથી તો મન અશાંત અને દૂષિત થશે. ગંગા દશેરાના દિવસે બધા જ ગંગા મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે. પૂજામાં ચરણામૃત તરીકે ભક્તોને ગંગાજળ આપવામાં આવે છે.

દશમ તિથિનો સમય
જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ 9 જૂનના રોજ સવારે 8.21 વાગ્યાથી શરૂ થશે અને 10 જૂને સવારે 7.25 વાગ્યા સુધી રહેશે. આ વખતે દશમ તિથિ અને હસ્ત નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આ તિથિના સ્વામી યમ અને નક્ષત્રના સ્વામી સૂર્ય છે. પિતા-પુત્રના આ સંયોગમાં સ્નાન-દાન કરવાથી શુભફળ મળશે. આ દિવસે ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળી શકે છે.

ગંગા મંત્ર અને પૂજા
આ દિવસે પૂજા અને સ્નાન સમયે મંત્રજાપનું પણ મહત્ત્વ છે. જેથી મોક્ષદાયિની માતા ગંગા પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યના આશીર્વાદ આપે. એટલે ૐ નમઃ ગંગાયૈ વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ આ મંત્રનો જાપ કરો.

આ દિવસે બની શકે તો આસપાસના કોઈ ગંગા મંદિરમાં જઈને પૂજા કરો. ઘરમાં પણ ગંગાજળ પાત્ર અને ગંગાના ચિત્ર સાથે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી શકાય છે, જેમાં કંકુ, ચોખા લગાવીને ફૂલ અર્પણ કરો અને વિવિધ પકવાન અને મિષ્ઠાનનો ભોગ ધરાવો.