• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganga Dussehra On 9th June, And Nirjala Ekadashi On 10th June, Facts About Nirjala Ekadashi, Ganga Dussehra Facts In Gujarati

વ્રત-ઉપવાસ:9 જૂને ગંગા દશેરા અને 10 જૂને નિર્જળા એકાદશી, આ બંને પર્વ જળનું મહત્ત્વ દર્શાવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાના સુદ પક્ષની દસમ અને એકાદશી ખૂબ જ ખાસ હોય છે. આ બંને તિથિ જળનું મહત્ત્વ જણાવે છે. 9 જૂને ગંગા દશેરા અને 10 જૂને નિર્જળા એકાદશી છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગંગા દશેરાએ ગંગા નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. વરાહ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની દસમ તિથિ અને હસ્ત નક્ષત્રમાં સ્વર્ગથી ગંગા નદી પૃથ્વી ઉપર પ્રકટ થયાં હતાં.

માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી ભક્તોના બધા પાપ કર્મ નષ્ટ થઈ જાય છે. ગંગા દશેરાનું આ પર્વ આ દસ દિવસ સુધી ચાલે છે. જેઠ સુદ પક્ષ એકમથી દસમ સુધી આ પર્વ ઊજવવામાં આવે છે.

રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે કઠોર તપ કર્યું હતું અને દેવી ગંગા પાસેથી પૃથ્વી ઉપર આવવાનું વરદાન માગ્યું હતું. ગંગાના પ્રબળ વેગને શિવજીએ પોતાની જટાઓમાં ધારણ કર્યું હતું. તે પછી જટાઓથી સાત ધારાઓમાં પૃથ્વી ઉપર ગંગાને છોડી હતી. રાજા ભગીરથની કોશિશથી ગંગા આજે પણ ભક્તોના પાપને ધોઈ રહી છે.

ગંગા દશેરાએ ગંગા નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે
ગંગા દશેરાએ ગંગા નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

ગંગા દશેરાનો સંદેશ
આપણે પણ રાજા ભગીરથની જેમ જ જળને બચાવવું જોઈએ, જેથી આવનારી પીઢીઓને જળ પ્રાપ્ત થઈ શકે. આપણે જળનો અપવ્યય રોકવો જોઈએ.

નિર્જળા એકાદશી વ્રત જળના એક-એક ટીપાનું મૂલ્ય જણાવે છે
નિર્જળા એકાદશીએ ભક્તો આખો દિવસ નિર્જળ રહે છે એટલે દિવસભર અનાજ અને જળ ગ્રહણ કરતા નથી. ગરમીના દિવસોમાં આખો દિવસ નિર્જળ રહેવાના કારણે આપણને પાણીના એક-એક ટીપાનું મૂલ્ય જાણ થાય છે. આ પર્વ આપણને સંદેશ આપે છે કે આપણે પાણીનો અપવ્યય કરવો જોઈએ નહીં અને પાણીનો બચાવ કરવો જોઈએ. નિર્જળા એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.