ઉપાસના:ગંગા દશેરા અને નિર્જળા એકાદશીની તારીખને લઈને પંચાંગ ભેદ, આ વ્રત કરવાથી અક્ષય પુણ્ય મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાના સુદ પક્ષની દશમ અને એકાદશી તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ બંને પર્વ જળને લગતા છે. આ તિથિએ કરવામાં આવતા વ્રતથી અક્ષય પુણ્ય મળે છે. આ વર્ષે ગંગા દશેરા અને નિર્જળા એકાદશીની તારીખને લઇને પંચાંગ ભેદ છે.

જ્યોતિષાચાર્ય પં. નિલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે ગંગા દશેરા 9 અને 10 જૂનના રોજ રહેશે. ગુરુવારે સવારે સૂર્યોદય પછી લગભગ 8 વાગ્યાથી દશમ તિથિ શરૂ થશે. આ તિથિ શુક્રવારે સવારે 7 વાગે પૂર્ણ થશે. વૈષ્ણવ મત પ્રમાણે ઉદયકાલીન દશમી તિથિ શુક્રવારના રોજ રહેશે.

આ વખતે નિર્જળા એકાદશીની તિથિને લઈને પંચાંગ ભેદ છે.
આ વખતે નિર્જળા એકાદશીની તિથિને લઈને પંચાંગ ભેદ છે.

નિર્જળા એકાદશી બે દિવસ રહેશે

  • વૈષ્ણવ મત પ્રમાણે નિર્જળા એકાદશી 11 જૂન શનિવારે રહેશે. આ મતમાં દશમી યુતિ એકાદશીનો ઉપવાર કરવામાં આવશે નહીં. થોડા પંચાંગમાં નિર્જળા એકાદશી 10 જૂનના રોજ છે.
  • એકાદશી અને બારસની યુતિમાં એકાદશીનો ઉપવાસ કરવો શ્રેષ્ઠ હોય છે. શનિવારે નિર્જળા એકાદશીએ ત્રિપુષ્કર યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે.
  • શનિવારે ત્રણ તિથિની યુતિ રહેશે. એકાદશી તિથિ સવારે સૂર્યોદય પછી સવારે 5.40 કલાકે પૂર્ણ થશે. શનિવારે મધ્ય રાત્રિએ 3 વાગ્યા પછી બારસ તિથિ પૂર્ણ થશે અને 3 વાગે તેરસ તિથિ શરૂ થશે. નિર્જળા એકાદશી ઉપવાસ ત્રણ તિથિની યુતિમાં કરવામાં આવશે તો શ્રેષ્ઠ રહેશે.
  • આ બંને પર્વ અંગે પોતાના ક્ષેત્રના પંચાંગ અને વિદ્વાનોના મતને ધ્યાનમાં રાખીને આ વ્રત કરી શકાય છે. ગંગા દશેરાએ ગંગા નદી અને પોતાના ક્ષેત્રની પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ.
આ વખતે એકાદશી, બારસ અને તેરસ તિથિ એક જ દિવસે રહેશે
આ વખતે એકાદશી, બારસ અને તેરસ તિથિ એક જ દિવસે રહેશે

એકાદશી સાથે જોડાયેલી ખાસ વાત

  • એકાદશી તિથિએ સવારે સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે.
  • એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ, બારસ તિથિમાં શિવજી, તેરસ તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે.
  • એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • આ તિથિએ વિષ્ણુ સહસ્ત્રનામ, રૂદ્રાભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ.