ઉત્સવની મનોકામનાઓ:દૂર્વાથી મોદક સુધી, ભગવાન ગણેશજી સાથે જોડાયેલી દરેક વસ્તુઓમાં જીવનના સુખ અને શાંતિના સૂત્ર છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન ગણેશજીને પ્રિય 5 વસ્તુઓ, જેમાં જીવનના આનંદનું વરદાન છે, પરિવાર અને મિત્રો માટે શુભકામનાઓમાં તેને સામેલ કરો

હાલ ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. જે 9 સપ્ટેમ્બર સુધી રહેશે. ગણેશ ઉત્સવ ઘરમાં સુખ-શાંતિ લાવવા અને ઘરમાંથી વિઘ્નોને દૂર કરવાનો ઉત્સવ છે. એવુંમાનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ગણપતિ આવે છે ત્યારે તે પોતાની સાથે સુખ, શાંતિ અને આનંદ લઇને આવે છે. જ્યારે તેઓ ઘરેથી જાય છે ત્યારે બધા જ વિઘ્ન, દુઃખ અને કષ્ટને પોતાની સાથે લઈને જાય છે.

ભગવાન ગણેશને દૂર્વા, મોદક, લાડવા, કમળનું ફૂલ અને અંકુશ પ્રિય છે. આ 5 વસ્તુઓ વ્યક્તિને વિવિધ સંદેશ આપે છે. ભગવાનની આ પ્રિય વસ્તુઓમાં આનંદ અને સુખના સંકેત છે. ગણેશ ઉત્સવના અવસરે આ પાંચ સૂત્રોને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો..