ગણેશજીનો પરિવાર:ગણેશજીની પૂજાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ એટલે રિદ્ધિ-સિદ્ધિનું આગમન થાય છે અને પરિવારમાં શુભ-લાભ જળવાઇ છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવજી-પાર્વતી સાથે ગણેશજીના પરિવારની પૂજા કરવાથી જલ્દી પૂજા સફળ થઇ શકે છે

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આ દિવસોમાં શિવ-પાર્વતી અને ગણેશજી સાથે જ તેમના પરિવારની પણ પૂજા કરવાથી પૂજા જલ્દી જ સફળ થઇ શકે છે. ગણેશ પરિવારમાં તેમની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ અને બે પુત્ર ક્ષેમ અને લાભ છે. થોડી માન્યતાઓ પ્રમાણે ગણેશજીની એક પુત્રી સંતોષી પણ છે. આ દરેકની પૂજા એક સાથે કરવી વધારે શુભ રહે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ગણેશજી પરિવારના દેવતા છે. તેમની ભક્તિથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને શુભ-લાભ જળવાઇ રહે છે. ક્ષેમને શુભના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઇપણ શુભ કામમાં સ્વસ્તિક બનાવીને શુભ-લાભ લખવામાં આવે છે. સ્વસ્તિક ગણેશજીનું પ્રતીક ચિહ્ન છે.

શિવજીનો પરિવાર આવો છેઃ-
શિવજીના પરિવારમાં માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી, ગણેશજી છે. શિવજીનું વાહન નંદી, માતાનું વાઘ, કાર્તિકેયનું મોર અને ગણેશજીનું વાહન મૂષક છે. કાર્તિકેય સ્વામી બ્રહ્મચારી માનવામાં આવે છે. ગણેશજીની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે. તેમના બે પુત્ર ક્ષેમ અને લાભ છે.

માન્યતા છે કે જે લોકો શિવ પરિવારની પૂજા એકસાથે કરે છે, તેમના ઘરમાં બધા જ સુખનું આગમન થાય છે.
માન્યતા છે કે જે લોકો શિવ પરિવારની પૂજા એકસાથે કરે છે, તેમના ઘરમાં બધા જ સુખનું આગમન થાય છે.

ગણેશજીનું લાઇફ મેનેજમેન્ટઃ-
પં. શર્માના જણાવ્યાં પ્રમાણે ઘરના વડીલનો સ્વભાવ ગંભીર હોવો જોઇએ. ગણેશજીનું માથુ હાથી અને ધડ મનુષ્ય જેવું છે એટલે વ્યક્તિની બુદ્ધિ હાથી જેમ ગંભીર હોવી જોઇએ. ઘર-પરિવાર સાથે જોડાયેલી દરેક વાતો ઉપર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. હાથી સમજી-વિચારીને જ કામ કરે છે. હાથીને જલ્દી ગુસ્સો આવતો નથી. હાથીની જેમ હંમેશાં ધૈર્ય રાખવું અને શાંતિથી કામ કરવું જોઇએ.

ગણેશજી બુદ્ધિના દેવતા છે. જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરીને ધૈર્ય અને શાંતિ સાથે ગંભીર થઇને કામ કરવામાં આવે છે, ત્યારે રિદ્ધિ-સિદ્ધિ એટલે સુખ-સમૃદ્ધિ, શુભ-લાભની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ બધા જીવનમાં આવી જાય છે ત્યારે વ્યક્તિને સંતોષ મળે છે.

અન્ય સમાચારો પણ છે...