તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganesh Utsav 2021, Ganesh Puja Vidhi, Ganesh Ji And Shami Patte, Along With Shani Dev And Shiva, Ganesh Ji Should Also Be Offered Shami Leaves.

પૂજા-પાઠ:શનિદેવ અને શિવજી સાથે જ ગણેશજીને પણ સમડાના પાન ચઢાવવા જોઈએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશજીને પૂજામાં અનેક પ્રકારની વસ્તુઓ ચઢાવવામાં આવે છે, આ વસ્તુઓમાં દૂર્વા સાથે જ સમડાના પાન પણ સામેલ છે. દેવી-દેવતાઓને ફૂલ-પાન ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવજીને બીલીપાન, ગણેશજીને દૂર્વા, વિષ્ણુજીને તુલસીના પાન અને શનિદેવને સમડાના પાન પ્રિય છે. મોટાભાગે માન્યતા છે કે સમડાના પાન શનિને જ ચઢાવવામાં આવે છે, પરંતુ આ પાન શિવજીને અને ગણેશજીને પણ ચઢાવી શકાય છે.

ગણેશજીને સમડાના પાન ચઢાવવાથી બધા કામ વિના વિઘ્ને પૂર્ણ થઈ શકે છે. આ એક ઝાડ છે. તેના પાન પણ ગણેશજીને દૂર્વા જેમ જ પ્રિય છે. આ ઝાડમાં શિવજીનો વાસ છે. ગણેશ ઉત્સવના દિવસોમાં ભગવાનને સમડાના પાન ચઢાવવાથી બુદ્ધિ તેજ થાય છે, બધા ક્લેશનો નાશ થાય છે, માનસિક શાંતિ મળે છે.

એક લોકકથા પ્રમાણે મહાભારત કાળમાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતાં. ત્યારે પાંડવોએ સમડાના ઝાડમાં જ પોતાના શસ્ત્ર સંતાડ્યાં હતાં. આ કારણે પણ આ ઝાડનું ધાર્મિક મહત્ત્વ છે.

ગણેશજીની પૂજામાં સમડાના પાન સાથે જ ચોખા, ફૂલ, સિંદૂર પણ ચઢાવવા અને આ મંત્રનો જાપ કરવો...

મંત્ર- त्वत्प्रियाणि सुपुष्पाणि कोमलानि शुभानि वै। शमी दलानि हेरम्ब गृहाण गणनायक।।

ગણેશજીને સિંદૂર પણ ચઢાવો-
શિવ પરિવાર અને શિવજીના બધા અંશ અવતારોને સિંદૂર ચઢાવવાનું વિધાન છે. તેની પાછળ માન્યતા છે કે સિંદૂર શિવજીના તેજથી ઉત્પન્ન થયેલાં પારા (તરલ ધાતુ)થી બનેલું છે. શિવજીના પુત્ર ગણેશજીને પણ સિંદૂર ચઢાવવું જોઈએ. ગણેશજીને સિંદૂરથી ચોલા ચઢાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ મંત્ર સાથે ગણેશજીને સિંદૂર ચઢાવવું જોઈએ.

મંત્ર- सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्।।