ગણેશ તીર્થ:તમિલનાડુમાં માત્ર 2 હાથવાળા ગણપતિ, આ 6 ફૂટની મૂર્તિ એક જ પથ્થરને કાપીને બનાવવામાં આવી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ તીર્થ મંદિરમાં મળેલાં શિલાલેખો પ્રમાણે લગભગ 800 વર્ષથી વધારે જૂનું માનવામાં આવે છે

દેશભરમાં ભગવાન ગણેશનાં અનેક પ્રાચીન અને સુંદર મંદિર છે. આવું જ એક મંદિર તમિલનાડુના તિરૂપથુર તાલુકમાં પિલ્લરેપટ્ટીમાં સ્થિત છે. આ મંદિર કરપકા વિનાયક મંદિરના નામથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ગણેશ ભગવાનની મૂર્તિ ઉપર કરવામાં આવેલ કોતરણી ચોથી સદીની આસપાસનું માનવામાં આવે છે. મંદિરનું ધ્યાન ચેટ્ટિયાર સમુદાય દ્વારા રાખવામાં આવે છે. આ મંદિર આ સમુદાયનાં નવ સૌથી મહત્ત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે.

મંદિર ઈ.સ. 1091 અને 1238ની વચ્ચે બનેલું છે-
કરપકા વિનાયક મંદિર ભગવાન ગણેશજીને સમર્પિત એક પ્રાચીન અને ગુફા મંદિર છે. આ મંદિરને પિલ્લરેપટ્ટી પિલર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એક ગુફા છે જેને એક જ પથ્થરને કાપીને બનાવવામાં આવી છે. આ ગુફા પણ ભગવાન ગણેશજીને સમર્પિત છે. ગુફામાં ભગવાન શિવ અને અન્ય દેવતાઓની પથ્થરથી બનાવેલી મૂર્તિઓ છે. મંદિરની ગુફા એક જ પથ્થરથી કાપીને બનાવવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં અંદર જરૂરી પ્રકાશ માટે તેલના મોટા-મોટા દીવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં મળેલા શિલાલેખો પ્રમાણે આ મંદિર ઈ.સ. 1091 અને 1238ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું.

આ તીર્થ મંદિરમાં મળેલા શિલાલેખો પ્રમાણે લગભગ 800 વર્ષથી વધારે જૂનું માનવામાં આવે છે
આ તીર્થ મંદિરમાં મળેલા શિલાલેખો પ્રમાણે લગભગ 800 વર્ષથી વધારે જૂનું માનવામાં આવે છે

પાંડ્યા રાજાઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું-
પાંડ્યા રાજાઓ દ્વારા પિલ્લરેપટ્ટી પહાડ ઉપર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં અન્ય તીર્થ-સ્થાન ભગવાન શિવ, દેવી કાત્યાયની, નાગલિંગમ અને પસુપથિસ્વરારને સમર્પિત છે. એવી માન્યતા છે કે દેવી કાત્યાયનીની પ્રાર્થના કરવાથી કુંવારી યુવતીઓનાં જલ્દી લગ્ન થાય છે અને ભગવાન નાગલિંગમની પૂજાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ત્યાં જ, ધન પ્રાપ્તિ અને સુખ-સમૃદ્ધિ માટે પસુપથિસ્વરારની પૂજા કરવામાં આવે છે.

ગણેશ પ્રતિમા સોનાથી મઢેલી છે-
અહીં ગણેશજીની 6 ફૂટ લાંબી ચટ્ટાનની મૂર્તિ છે. મોટાભાગે ગણેશજીના દરેક સ્વરૂપમાં ચાર હાથ હોય છે પરંતુ આ મંદિરમાં સ્થાપિત મૂર્તિમાં ગણેશજીને માત્ર બે હાથ જ છે. મુખ્ય પ્રતિમા સોનાથી મઢેલી છે. અહીં ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે જેના કારણે તેમને વૈલપૂરી પિલ્લઈર પણ કહેવામાં આવે છે. અહીં બધા દેવતાઓની મૂર્તિઓનું મુખ ઉત્તર દિશા તરફ છે. ગણેશજીનું ઉત્તર દિશા તરફ મુખ કરવું અને જમણી સૂંઢનુ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમૃદ્ધિ, ધન અને જ્ઞાનનું કારક હોય છે.