તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેઠ વદ પક્ષનું પહેલું વ્રત:કષ્ટોથી મુક્તિ મેળવવા માટે રવિવારે સંકષ્ટી ચોથના દિવસે ગણેશ પૂજા કરવામાં આવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠમાં રવિવારે ચોથનો યોગ હોવાથી સૂર્ય પૂજા માટે વિશેષ સંયોગ બની રહ્યો છે

જેઠ મહિનાના વદ પક્ષની ચોથ તિથિ એટલે 27 જૂન રવિવારે ગણેશ સંકષ્ટી ચોથ આવી રહી છે. આ જેઠ વદ પક્ષનું પહેલુ વ્રત છે. ભગવાન ગણેશને સમર્પિત આ દિવસે ભક્ત વ્રત રાખે છે અને ગણેશજીની પૂજા-અર્ચના કરે છે. આ વખતે રવિવારના દિવસે ગણેશ ચોથ આવવાના કારણે આદિત્ય સંકષ્ટી ચોથનો વિશેષ યોગ બની રહ્યો છે. આ વ્રત સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને પૂજા વિધિ નારદ અને ગણેશ પુરાણમાં ઉલ્લેખવામાં આવી છે.

પૌરાણિક માન્યતાઃ-
પૌરાણિક માન્યતા પ્રમામે જે જાતક ગણેશ સંકષ્ટી ચોથના દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશજીની પૂજા મનથી કરે છે વિઘ્નહર્તા તેમના જીવનમાં આવનાર બધા કષ્ટ અને સંકટ હરી લે છે.

આ જાતકોને વિશેષ લાભ મળે છેઃ-
જે લોકોની જન્મકુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં હોય એવાં લોકો જો આ વ્રત રાખે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે. સાથે જ ભગવાન ગણેશજીની પૂજા કરે તો તેમને ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવા લોકોની શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ઘ્ય આપોઃ-
આ દિવસે તાંબાના લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખા મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ऊं सूर्याय नम:, ऊं आदित्याय नम:, ऊं नमो भास्कराय नम:। મંત્ર બોલવા જોઈએ. બની શકે તો આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ.

ગણેશ ચોથની પૂજા વિધિ અને વ્રતનો સમયઃ-

  • સંકષ્ટી ચોથના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી પૂજાઘરને સ્વચ્છ કરી આસન ઉપર બેસીને વ્રતનો સંકલ્પ લો અને પૂજા શરૂ કરો
  • ગણેશ ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ દૂર્વા, મોદક વગેરે પૂજામાં અર્પણ કરો અને ભોગ ધરાવો.
  • સૂર્યોદય સમયથી લઇને ચંદ્રોદય થાય ત્યાં સુધી વ્રત રાખવામાં આવે છે. ચંદ્ર દર્શન પછી જ ગણેશ ચોથ વ્રત પૂર્ણ માનવામાં આવે છે.