ફાગણ મહિનામાં ગણેશપૂજા:સમૃદ્ધિ અને રોગ મુક્તિની કામના સાથે ફાગણ મહિનામાં વિનાયક ચોથનું વ્રત કરવામાં આવે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિનાયક ચોથના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં બેવાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને એકવાર સાંજે કરવામાં આવે છે. પુરાણોમાં પ્રમાણે વિનાયક ચોથ વ્રત કરવાથી બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દરેક સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. સાથે જ, રોગ મુક્તિની કામના સાથે પણ આ વ્રત કરવામાં આવે છે. એટલે ફાગણ મહિનાની વિનાયક ચોથ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જે આ વખતે 6 માર્ચ એટલે રવિવારે આવી રહી છે.

વિનાયક ચોથ વ્રતના દિવસે શું કરવું
ગણેશ પૂજન પછી ભોગ ધરાવવો. પ્રસાદમાંથી થોડો ભાગ ગરીબો અને બ્રાહ્મણોને વહેંચવો. જો તમે આ દિવસે બ્રાહ્મણ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો છો અને થોડું કામ કરો છો તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ચોથ વ્રતમાં આખો દિવસ ઉપવાસ રાખો અને સાંજે ભોજન ગ્રહણ કરતા પહેલાં ગણેશ ચોથ વ્રત કથા, ગણેશ ચાલીસા વગેરેનો પાઠ કરવો જોઈએ.

સાંજે સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો અને શ્રીગણેશની આરતી કરો. ૐ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પોતાના વ્રતને પૂર્ણ કરો

વિનાયક ચોથનું મહત્ત્વ
માન્યતા છે કે વિનાયકી ચોથના દિવસે વ્રત કરવું અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતા સાથે-સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે. ચોથના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વિનાયક ચોથ અંગે માન્યતા છે કે તેના પ્રભાવથી જીવનમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. આ સિવાય આ વ્રતને વિધિ-પૂર્વક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ગણપતિની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ સાથે જ જ્ઞાન અને બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

વ્રતની પૌરાણિક કથા
એકવાર દેવી પાર્વતી અને શિવજીએ સોગઠાબાજી રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં હાર-જીતનો નિર્ણય કોણ લેશે તે વિચારવાનું હતું. એટલે ઘાસ દ્વારા બાળક બનાવીને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ રમતમાં ત્રણવાર માતા પાર્વતી જીત્યા. પરંતુ તે બાળકે મહાદેવ જીત્યા તેવું કહ્યું. જેથી માતા પાર્વતીએ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકે માફી માગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એકવર્ષ પછી નાગકન્યાઓ અહીં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે ગણેશ ચોથ વ્રત કરવાથી તમારા કષ્ટ દૂર થશે. તે પછી બાળકની ઉપાસનાથી ગણશજી પ્રસન્ન થઈ ગયાં.

ગણેશજીએ તે બાળકને પોતાના માતા-પિતા એટલે ભગવાન શિવ-પાર્વતીને જોવા માટે કૈલાશ જવાનું વરદાન આપ્યું. બાળક કૈલાશ પહોંચી ગયો. ત્યાં માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ 21 દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતીજી માની ગયાં. પછી માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે 21 દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ ગઈ. માન્યતા છે કે તે બાળક જ ભગવાન કાર્તિકેય છે.