આજે ગણપતિ વિરાજશે. ગણપતિની સ્થાપનાનો અર્થ ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિનું આવવું. કહેવાય છે કે જ્યારે ગણપતિ આવે છે ત્યારે પોતાની સાથે આ બધી જ બાબતો લાવે છે. 10 દિવસ પછી જ્યારે વિદાય લે છે ત્યારે ઘરની બધી જ નેગેટિવિટીને પોતાની સાથે લઈ જાય છે. ગણેશ પ્રતિમાની સ્થાપના ભલે જ ઉત્સવ હોય, પરંતુ હકીકતમાં ગણપતિ ત્યારે ઘરે આવે છે, જ્યારે આપણે તેમની શીખવેલ બાબતો ઉપર ખરા ઉતરીએ છીએ.
ગણપતિ વિઘ્નહર્તા છે, તે દેવતા જે આપણાં વિઘ્નો દૂર કરે છે. બીજી રીતે વિચારીએ તો ગણપતિને આપણે મુશ્કેલીઓને ટાળવા માટે યાદ કરીએ છીએ, પરંતુ જો ગણપતિની જણાવેલ રીતથી ચાલીશું તો જીવનમાં પરેશાનીઓની કોઈ જગ્યા રહેશે નહીં.
તો, આજે ઉત્સવના અવસરે આપણે ભગવાન ગણેશની તે વાતોને જાણીશું, જેને ફોલો કરવાથી જીવનની મુશ્કેલીઓ જાતે જ દૂર થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.