અંગારક ચોથ:આજે મંગળવાર અને ચોથના યોગમાં ગણેશજી સાથે જ હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજા કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 19 એપ્રિલ એટલે આજે વદ પક્ષની ચોથ છે. મંગળવારે આ તિથિ હોવાથી તેને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણેશજી સાથે જ હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજા ખાસ કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથ તિથિએ ગણેશજી માટે ભક્તો વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી જ ભોજન ગ્રહણ કરે છે. આખો દિવસ ફળાહાર અને દૂધનું સેવન કરવામાં આવે છે. માન્યતા છે કે ચોથના દિવસે વ્રત-ઉપવાસ, પૂજા મંત્રજાપ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. સાથે જ, ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

મંગળ ગ્રહોના સેનાપતિ છે
જ્યોતિષમાં ઉલ્લેખવામાં આવતાં નવ ગ્રહોમાં મંગળને સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. મંગળ દેવ ભૂમિ પુત્ર છે. મંગળ ગ્રહનું જન્મ સ્થાન મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં માનવામાં આવે છે. મંગળ દેવને લાલ ફૂલ, લાલ ગુલાલ, મસૂર દાળ ખાસ ચઢાવવામાં આવે છે. તેમની પૂજામાં ૐ ભોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મંગળવારનો કારક ગ્રહ મંગળ છે. આ કારણે અંગારક ચોથના દિવસે મંગળ ગ્રહની પણ પૂજા કરવાની પરંપરા છે.

ચોથ તિથિએ ગણેશજી માટે ભક્તો વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી જ ભોજન ગ્રહણ કરે છે
ચોથ તિથિએ ગણેશજી માટે ભક્તો વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી જ ભોજન ગ્રહણ કરે છે

શ્રીરામ ચરિત માનસ પ્રમાણે મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો. આ કારણે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન સામે ધૂપ-દીપ પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ દિવસે કોઇ ગૌશાળામાં લીલું ઘાસ અને ધન દાન કરો.

સંકષ્ટી ચોથની પૂજા વિધિ

  • આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી, સાફ વસ્ત્ર પહેરીને પૂજા ઘરને સાફ-સ્વચ્છ કરો અને વ્રતનો સંકલ્પ લો.
  • તે પછી ભગવાન ઉપર ગંગાજળ અર્પણ કરી તેમને સ્નાન કરાવો. ફૂલ અર્પણ કરો.
  • ગણેશજીને સિંદૂર ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે તેમને ભોગ ધરાવો. આ દિવસે ભગવાન ગણેશજીને તેમની પ્રિય સામગ્રી જેમ કે લાડવા કે મોદકનો ભોગ ધરાવવો જોઈએ.
  • સાથે જ, દૂર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ. ભગવાનની વિધિવત આરતી કરી બધાને પ્રસાદ વહેંચો.