શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઈ જશે. આ વખતે ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં શુક્ર સાથે રહેશે. સૂર્ય પોતાની રાશિ સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ ચાર ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ રાશિમાં બે મોટા ગ્રહ ગુરુ અને શનિ વક્રી છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 2021 થી 59 વર્ષ પહેલં 3 સપ્ટેમ્બર 1962ના રોજ ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રથી શરૂ થઈ હતી. તે સમયે પણ ચંદ્ર શુક્ર સાથે તુલા રાશિમાં હતો. સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહ પોત-પોતાની રાશિમાં સ્થિત હતાં. આ વર્ષે પણ આવા જ ગ્રહ યોગ હોવાથી બધી રાશિઓ માટે સમય અનુકૂળ રહેશે.
મેષ- આ રાશિના લોકોને અનેક લાભ પ્રાપ્ત થશે અને બધા પ્રકારની અનુકૂળતા રહેશે. સુખની પ્રાપ્તિ થશે અને સંતાન પાસેથી પ્રસન્નતા મળશે.
વૃષભ- વિવાદોમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે. ગણેશજીની સેવા કરવાથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.
મિથુન- ઘર અને બહાર બધી જ જગ્યાએ સન્માન પ્રાપ્ત થશે. જવાબદારીઓમાં વધારો થશે અને ધનની પ્રાપ્તિ સુગમ થશે. જોખમી કાર્યો કરશો નહીં.
કર્ક- આધુનિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરશો અને કોઈ મોટું કામ પૂર્ણ થવાથી સુખ પ્રાપ્ત થશે. લગ્ન માટે પ્રસ્તાવ મળશે.
સિંહ- વિચારેલાં કાર્યો બનશે અને ખાસ સફળતાની પ્રાપ્તિ થશે. વિદેશ જવાની ઇચ્છા રાખનાર વ્યક્તિઓને સફળતા મળી શકે છે.
કન્યા- ખોવાયેલાં ધન અને નુકસાનની પૂર્તિ શક્ય છે. ધાર્મિક યાત્રાનો યોગ બનશે અને કોઈ મોટી આવક આપનાર કામની સ્થાપના થશે.
તુલા- આ રાશિ પોતાના ખરાબ સમયથી પસાર થઈ રહી હતી, પરંતુ હવે સારા સમય તરફ જઈ રહી છે. પ્રસન્નતાદાયક સમાચાર પ્રાપ્ત થશે તથા સંતાન સુખ મળશે.
વૃશ્ચિક- ગણેશજીના વિદાય સમયે કોઈ મોટા શુભ સમાચાર પ્રાપ્ત થશે. જમીનને લગતો લાભ થવાની શક્યતા છે. ધનની સમસ્યા પણ દૂર થશે.
ધન- નુકસાન પહોંચાડનાર વ્યક્તિને શોધવામાં સફળ રહેશો અને દુશ્મનોનો નાશ કરવામાં સફળ થશો. જીવનસાથી પાસેથી પ્રસન્નતા પ્રાપ્ત થશે તથા સન્માન મળશે.
મકર- આ સમય સારો રહેશે તથા કીર્તિમાં વધારો થશે. નવા કપડા અને ઘરેણાંની પ્રાપ્તિ થશે. યોજનાઓ સફળ થશે.
કુંભ- શુભ સમાચારોની પ્રાપ્તિ થશે અને સંતાન પણ અનુકૂળ રહેશે. યાત્રામાં તકલીફ થઈ શકે છે. ધાર્મિક કાર્ય કરવાની તક મળી શકે છે.
મીન- ગણેશજી અને લક્ષ્મીજીની ખાસ પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જમીનના સોદાને હળવા ન લેશો અને યોગ્ય દિશામાં કાર્ય કરવાથી ચોક્કસ લાભ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.