શુક્રવાર, 10 સપ્ટેમ્બરથી ગુરુવાર, 19 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ ઊજવવામાં આવશે. પ્રથમ પૂજ્ય ગણેશજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન સમયથી ચાલી રહી છે. કોઈપણ શુભ કામની શરૂઆત ગણેશજીના પૂજન સાથે જ કરવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી કામ વિઘ્ન વિના પૂર્ણ થઈ જાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માટીની ગણેશ પ્રતિમા સાથે જ ગણેશજીના અન્ય સ્વરૂપોને પણ ઘરમાં સ્થાપિત કરી શકાય છે. જાણો શ્રીગણેશના 4 એવા સ્વરૂપ, જેને ગણેશ ચતુર્થીમાં ઘરે સ્થાપિત કરી શકાય છે.
હળદરની ગાંઠથી બનેલાં ગણેશજી-
હળદરની એવી ગાંઠ, જેમાં શ્રીગણેશની આકૃતિ જોવા મળી રહી હોય, તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકો છો. હળદરની ગાંઠમાં ગણેશજીનું ધ્યાન કરીને રોજ પૂજા કરવી જોઈએ. જો ગાંઠ ન મળે તો પીસેલી હળદરમાં પાણી મિક્સ કરીને ગણેશ પ્રતિમા બનાવી શકો છો. જો સોનાની ગણેશ મૂર્તિ ન હોય તો હળદરથી બનેલી ગણેશ પ્રતિમાનું પૂજન કરી શકાય છે. આ બંને પ્રતિમાઓની પૂજાનું ફળ એક સમાન માનવામાં આવે છે.
ગાયનાં છાણથી બનેલી મૂર્તિ પૂજનીય હોય છે-
ગૌમાતા એટલે ગાયનાં છાણમાં મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેમાંથી બનેલી ગણેશ મૂર્તિની પૂજા પણ કરી શકાય છે. ગાયનાં છાણની મદદથી ગણેશજીની આકૃતિ બનાવો અને મંદિરમાં સ્થાપિત કરો. તેનું પણ રોજ પૂજન કરો.
લીમડા અથવા પીપળાના લાકડાની ગણેશ પ્રતિમા દરવાજા ઉપર લગાવો-
પીપળા, આંબો અને લીમડાના લાકડાની મૂર્તિ પણ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષના લાકડાથી ગણેશ પ્રતિમા બનાવી શકાય છે. આ મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાના બહારના ભાગમાં લગાવવી જોઇએ. જેથી ઘરમાં પોઝિટિવિટી બની રહે.
આંકડાની મૂળમાં ગણેશજીની આકૃતિ બની જાય છે-
આંકડા છોડ હોય છે. તેમાં આવતાં ફૂલ શિવજીને ખાસ ચઢાવવામાં આવે છે. આંકડાના જે છોડમાં સફેદ ફૂલ ઊગે છે, તેની મૂળમાં ગણેશજીની આકૃતિ બની જાય છે. તેને જ શ્વેતાર્ક ગણેશ કહેવામાં આવે છે. આ મૂળને સાફ કરીને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. શ્રૃંગાર કર્યા પછી પૂજા કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.