• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganesh Chaturthi And Kajari Teej On Wednesday, 25 August, Kajari Teej Fast Is Done With The Desire To Maintain Happiness And Peace In Married Life.

વ્રત-પર્વ:આજે ફુલકાજળી વ્રત અને ગણેશ ચોથ, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે આ બંને વ્રત કરવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 25 ઓગસ્ટ એટલે આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી કરવામાં આવે છે. પંચાંગ ભેદના કારણે અમુક સ્થાને આજે બોળચોથ પણ કરવામાં આવશે. ફુલકાજળી શિવ-પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે ફુલકાજળી વ્રત કરે છે. આ દિવસે આખો દિવસ ફુલ સૂંઘીને જ ફળફળાદી-પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઊજવણી કરશે. જ્યારે લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરીણિતાઓ પણ આ દિવસે વ્રત કરે છે.

ફુલકાજળી વ્રતઃ-
માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતાં. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો ‘વર’ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજ તિથિએ કુંવારિકા સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન વગેરેથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનથના મંદિરે જઈ પ્રથમ શિવ-પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સૂંઘીને ફળાહાર કરવો.

આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. આરાધ્ય દેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.

પાંચ વર્ષ પછી વ્રતના પારણાં કરવામાં આવે છે. વ્રતની ઊજવણીમાં પાંચ કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે. ચાંદીનું એક ફુલ સ્થાપનામાં રાખી ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે.

ગણેશ ચોથઃ-
પંચાંગ ભેદ હોવાના કારણે અમુક સ્થાને આજે તો અમુક સ્થાને ગુરુવારે ગણેશ ચોથ વ્રત કરવામાં આવશે. આ વ્રતમાં પણ સાંજે ચંદ્ર ઉદય સુધી નિરાહાર રહેવાની પરંપરા છે. થોડા લોકો વ્રતમાં ફળાહાર કરે છે. સાંજે ચંદ્ર દર્શન(ચંદ્રોદય 21.10) કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે. આ દિવસે ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ખાસ કરીને ચઢાવવામાં આવે છે. ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ નો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઈએ. લાડવાઓનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

આ દિવસે શિવ પરિવાર એટલે શિવજી, દેવી પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી, નંદીની વિશેષ પૂજા કરો. આ બધાની એક સાથે પૂજા કરવાથી ભક્તની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ શકે છે. કોઈ મંદિરમાં ધન અને અનાજનું દાન કરો. આ દિવસે ફુલકાજળી વ્રત હોવાથી કોઈ જરૂરિયાતમંદ સ્ત્રીને સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, લાલ બંગડી, સિંદૂર વગેરે વસ્તુઓ દાન કરવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર ગાયના શરીર માં ૩૩ કરોડ દેવતાઓ નો નિવાસ માનવામાં આવે છે માટે વ્રત ધારણ કરનાર આવા દિવસે દુધ પીતા નથી
શાસ્ત્રો અનુસાર ગાયના શરીર માં ૩૩ કરોડ દેવતાઓ નો નિવાસ માનવામાં આવે છે માટે વ્રત ધારણ કરનાર આવા દિવસે દુધ પીતા નથી

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણેઃ-
તા.૨૫ના રોજ શ્રાવણ વદ ૪ જેને સંકટ ચતુર્થી સાથે બહુલા ચોથ તરીકે શ્રદ્ધા ભકિત પૂર્વક મહીલાઓ વ્રત રાખી ને મનાવશે. જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com)ના જણાવ્યા અનુસાર આ દિવસે ગાય સાથે વાછરડા ની પુજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. બાજરીનો રોટલો, મગ ખાઈને સંધ્યા સમયે એકટાણું કરશે. આ વ્રત કરવાનો મુખ્ય ઉદેશ્ય વર્ષ દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલા ગૌમાતાના પાપોમાંથી શ્રમા યાચના માગવાની સાથે ગાય બારે માસ દુધ નિયમિત આપે છે તે રૂણ ચુકવાનો દિવસ માનવામાં આવે છે કારણ કે આપણા શાસ્ત્રો અનુસાર ગાયના શરીર માં ૩૩ કરોડ દેવતાઓ નો નિવાસ માનવામાં આવે છે માટે વ્રત ધારણ કરનાર આવા દિવસે દુધ પીતા નથી. શિવમંદિરમાં ભોળાનાથની પુજામાં બિલિપત્ર ચડાવે છે અને પાર્વતી ની પણ પૂજા કરે છે આવા શુભ દિવસે લઘુરુદ્ર શિવમહિમ્નસ્તોત્ર કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આવા દિવસે સંકટ ચતુર્થી હોવાથી ગણેશભક્તો આખો દિવસ ઉપવાસ કરીને રાત્રે ચંદ્ર દર્શન કરીને લાડુનો પ્રસાદ આરોગતા હોય છે. ગણપતિના વિશેષ નામોનો પાઠ કરતા જોવા મળે છે.