કારતક મહિનાના વદ પક્ષની ચોથ 12 નવેમ્બર, શનિવારે છે. આ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિવારનો કારક ગ્રહ શનિ છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. શનિવાર અને ચોથનો યોગ હોવાથી આ દિવસે ગણેશજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા-પાઠ કરવા જોઈએ.
ચોથના દિવસે પાંચ સરળ સ્ટેપ્સમાં ગણેશ પૂજા કરી શકો છો
ચોથ તિથિએ સ્નાન કર્યા પછી સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીથી બનેલી ગણેશ મૂર્તિ સ્થાપિત કરો.
ગણેશજીને સ્નાન કરાવો. તે પછી તેમને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો.
વસ્ત્ર અર્પણ કરો. ચોખા ચઢાવો. ફૂલોથી શ્રૃંગાર કરો. ગણેશ મંત્ર બોલીને દૂર્વા ચઢાવો.
ભગવાનને લાડવાનો ભોગ ધરાવવો. કપૂર પ્રગટાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે માફી માગો.
છેલ્લે પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો. જો શક્ય બની શકે તો ઘરમાં બ્રાહ્મણોને ભોજન કરાવો. દક્ષિણા આપો.
ગણેશજીના 12 નામ મંત્રનો જાપ કરી શકો છો
ગણેશ પૂજામાં ભગવાનના 12 નામના મંત્રનો જાપ કરશો તો પૂજા જલ્દી સફળ થઈ શકે છે. ૐ ગણાધિપતયૈ નમઃ, ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.
આવી રીતે શનિદેવની પૂજા કરી શકો છો
શનિવારના દિવસે કોઇ મંદિર જવું અને પૂજા કરો. શિવલિંગ ઉપર દૂધ-જળ ચઢાવો, શનિને તેલ અર્પણ કરો અને પીપળા ઉપર દૂધ અને જળ ચઢાવો. તે પછી શનિના 10 નામનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ.
શનિદેવના દસ નામનો જાપ કરો
शनि के दस नामों वाले मंत्र का जाप करें।
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
આ મંત્ર પ્રમાણે કોણાસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરિ, શનૈશ્ચર, મંદ અને પિપ્લાદ. આ દસ નામથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.