ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટ એટલે આજથી શરૂ થઈ ગયો છે, જે 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગણેશ પૂજામાં સૌથી પહેલાં ગણેશજીનું પ્રતીક ચિહ્ન સ્વસ્તિક બનાવવામાં આવે છે. ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે, આ કારણે પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે.
સ્વસ્તિક બનાવીને પૂજા કરવાથી બધા ધર્મ-કર્મ સફળ થાય છે અને જે મનોકામનાઓ માટે પૂજા કરવામાં આવે છે તે ઇચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. સ્વસ્તિકનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, તેને યોગ્ય રીતે બનાવવાથી જ પૂજા પૂર્ણ થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પૂજાની સફળતા માટે સ્વસ્તિક બનાવતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ..
પહેલી વાત
સ્વસ્તિક ક્યારેય આડો-અવળો બનાવવો જોઈએ નહીં. આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવું જોઈએ. ધ્યાન રાખો ઘરમાં ક્યારેય પણ ઊંધો સ્વસ્તિક બનાવવો નહીં. ઊંધો સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે. કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે. ઘરમાં જ્યાં સ્વસ્તિક બનાવો, તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર હોવું જોઈએ. જ્યાં સ્વસ્તિક બનાવો, ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં.
બીજી વાત
સ્વસ્તિક ધનાત્મક એટલે સકારાત્મક ઊર્જાને આકર્ષિક કરે છે. દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરતી નથી અને દૈવીય શક્તિઓ આકર્ષિત થાય છે. દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે.
ત્રીજી વાત
લગ્નજીવનમાં પરેશાનીઓ દૂર કરવા માટે પૂજા કરતી સમયે હળદરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. અન્ય મનોકામનાઓ માટે કંકુથી સ્વસ્તિક બનાવવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.