ગણેશજીના મંત્ર:અનંત ચૌદશે ગણેશજીને દૂર્વાની 11 ગાંઠ ચઢાવો અને ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે મંત્રોનો જાપ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ, ગણેશ પૂજામાં સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવો

રવિવાર, 19 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ છે. આ દિવસે ગણેશ ઉત્સવનું સમાપન થશે. ત્યાં સુધી ભગવાન ગણપતિ સામે બેસીને મંત્ર જાપ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ગણેશ પૂજામાં દૂર્વા વિશેષ રૂપથી ચઢાવવી જોઇએ.

દૂર્વાની 11 ગાંઠ આ રીતે બનાવો-
ગણેશજીને દૂર્વા ખાસ રીતે ચઢાવવામાં આવે છે. દૂર્વાની જોડ બનાવીને અર્પણ કરવામાં આવે છે. 22 દૂર્વાને એક સાથે જોડીને 11 જોડ તૈયાર થઇ જાય છે. આ 11 જોડને એટલે આ 11 ગાંઠ ગણેશજીને ચઢાવવી જોઇએ. કોઇ મંદિરના બગીચામાં ઉગેલી કે કોઇ સાફ જગ્યાએ ઉગેલી દૂર્વા લઇ શકાય છે. દૂર્વા ચઢાવતાં પહેલાં તેને સાફ પાણીથી ધોઇ લેવી જોઇએ.

ગણેશ પૂજા આ રીતે કરી શકાય છે-
રોજ સવારે જલ્દી જાગો, સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યાર બાદ ઘરના મંદિરમાં ગણેશ પૂજાની વ્યવસ્થા કરો. ગણેશજીને જળ ચઢાવો. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. ગણેશ પૂજા પછી પ્રસાદ વહેંચો અને જરૂરિયાતમંદ લોકોને ધન-અનાજનું દાન કરો.

અન્ય સમાચારો પણ છે...