દીપદાન:રમા એકાદશીથી લઈને દિવાળી સુધી ઘરમાં વિવિધ જગ્યાએ દીવો પ્રગટાવવો, ચિંતા અને પીડા દૂર થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિન્દુ ધર્મમાં ધર્મ, કર્મ, ક્ષમા, દયા, શ્રદ્ધા જેવી બાબતોના ગુઠ રહસ્યો રહેલા છે, ધાર્મિક ગ્રંથો, તંત્રમાં પણ કેટલીક માનવ જીવનના કલ્યાણ બાબતે કેટલીક બાબતો જાણવા મળે છે, તો કેટલાક અનુભવી વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. દીપદાનની વાત ધાર્મિક ગ્રંથો ઉપરાંત તંત્ર શાસ્ત્રમાંથી પણ જાણવા મળે છે, જુદા-જુદા પર્વ અને દેવ હેતુ કરવામાં આવતા દીપદાનનો મહિમા અને દીપાવલી પર્વ પર કરવામાં આવતાં દીપદાન ઉલ્લેખનીય છે, જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે

દીપદાન વખતે કોડોયામાં ઘી કે તેલ કોડિયામાં સમાય તેટલું પૂરું ભરવું, કોડિયાને નાની ડિશમાં થોડાં ઘઉં રાખીને મૂકવો અને બાજુમાં એક નંગ સાકાર પણ રાખવી પછી સવારે તે કોડિયું અને ડિશ લઈ ધોઈ નાખવાં અને ઘઉં અને સાકર પક્ષીને ચણ તરીકે બહાર મૂકી દેવા કે નજીકના વિદ્વાન પાસેથી આ અંગે માર્ગદર્શન લઈ લેવું હિતાવહ છે.

આ સંપૂર્ણ લેખની માહિતી અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયા દ્વારા આપવામાં આવી છે.