આ વર્ષે મે મહિનામાં ગરમીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેથી એવું લાગે છે કે બુધવારથી શરૂ થતાં નૌતપા(નવતપા) દરમિયાન ગરમી અને બાફ વધી જશે. જેથી જમીન વધારે તપશે અને ધરતીની ફળદ્રુપતા વધશે. આ નૌતપામાં ગરમી વધવાથી વરસાદ સારો થશે. નવગ્રહના રાજા સૂર્ય દેવ નક્ષત્ર શ્રૃંખલાની ગણતરી પ્રમાણે 25 મેના રોજ બપોરે લગભગ 3 કલાકે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં 8 જૂન સુધી રહેશે. જેમાં પહેલાં નવ દિવસ નૌતપા કહેવાય છે. આ સમય વર્ષા ઋતુના ચક્રને મજબૂત કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નૌતપામાં ગરમી અને બાફ વધે છે. માન્યતા છે કે આ દિવસોમાં સામાન્ય ગરમીના દિવસો કરતાં વધારે ગરમી પડે છે.
સારો વરસાદ થવાના યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ વર્ષે રોહિણીનો નિવાસ સમુદ્રમાં રહેશે અને સમયનો વાસ માલીના ઘરમાં હોવાથી પ્રજાના સુખ અને વૈભવમાં વધારો થશે. સમય પ્રમાણે વરસાદ થશે જેના કારણે ખેડૂતો ખુશહાલ રહેશે. વરસાદ સારો થવાથી પાકનું ઉત્પાદન વધશે. પાક સાથે ખાદ્ય પદાર્થમાં સ્થિરતા જળવાશે. ફળ, શાકભાજીનું ઉત્પાદન વધવાથી તેમના ભાવમાં ઘટાડો થશે. અનાજ વધશે. રોહિણી નક્ષત્રની આ સ્થિતિ વર્ષા ઋતુમાં ઉત્તમ વૃષ્ટિનો સંકેત આપી રહી છે. આ વખતે 80 ટકા સુધી વરસાદની શક્યતા છે.
નવતપાના શરૂઆત છ દિવસ ભારે ગરમી સાથે બાફ પણ રહેશે. ગરમ હવાના કારણે સૂર્યાસ્ત પછી પણ ગરમી અનુભવ થશે. છેલ્લાં ત્રણ દિવસમાં ભારે પવન સાથે ઝરમર અને દેશમાં થોડી જગ્યાએ હળવો વરસાદ થવાના પણ યોગ બનશે.
નૌતપાને આવી રીતે સમજો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.