તિથિ-તહેવાર:કરવા ચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઊઠી અગિયારસ આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 21 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આ 30 દિવસોમાં અનેક મોટા વ્રત અને તહેવાર ઊજવાશે

ગુરુવાર, 21 ઓક્ટોબરથી આસો વદ પક્ષ શરૂ થઈ જશે જે 4 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ જશે. તે પછી નવો મહિનો કારતક શરૂ થઈ જશે. આ સમયગાળા દરમિયાન કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, દેવઉઠની એકાદશી જેવા અનેક મોટા ઉત્સવ ઊજવાશે.

 • રવિવાર, 24 ઓક્ટોબરના રોજ આસો વદ પક્ષની ચોથ છે, જેને કરવા ચોથ કહેવામાં આવે છે. પરણિતા મહિલાઓ માટે આ તિથિ ખૂબ જ ખાસ છે. આ દિવસે મહિલાઓ પોતાના જીવનસાથી માટે નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચંદ્ર દર્શન પછી વ્રત પૂર્ણ કરે છે.
 • ગુરુવાર, 28 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર છે. આ તિથિએ નવી વસ્તુની ખરીદદારીનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે સોના-ચાંદી, વાહન, સુખ-સુવિધાઓની વસ્તુઓ ખરીદવામાં આવી શકે છે.
 • સોમવાર, 1 નવેમ્બરના રોજ રમા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરો. સાંજે વિષ્ણુજી, મહાલક્ષ્મી અને તુલસીની પૂજા કરવી જોઈએ.
 • મંગળવાર, 2 નવેમ્બરના રોજ પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દિવસે ધનતેરસ ઊજવવામાં આવશે. સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપ પ્રગટાવો. સાંજે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરો.
 • બુધવાર, 3 નવેમ્બરના રોજ કાળી ચૌદશ છે. આ દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે.
 • ગુરુવાર, 4 નવેમ્બરના રોજ આસો વદ પક્ષની અમાસ અને દિવાળી છે. આ દિવસે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીનું ખાસ પૂજન કરો. ઘરમાં દીવા પ્રગટાવો. લક્ષ્મી-વિષ્ણુનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. દેવી-દેવતાઓની પ્રતિમાને નવા વસ્ત્ર ચઢાવો. હાર-ફૂલ અર્પણ કરો અને ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
 • શુક્રવાર, 5 નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજા છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવાની પરંપરા છે.
 • શનિવાર, 6 નવેમ્બરના રોજ ભાઈબીજ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ તિથિએ યમરાજ પોતાની બહેન યમુનાજીને મળવા તેમના ઘરે આવે છે. આ દિવસે યમરાજ અને યમુનાજીની ખાસ પૂજા કરવી જોઈએ.
 • સોમવાર, 8 નવેમ્બરના રોજ વિનાયક ચોથ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસથી છઠ્ઠ પૂજા શરૂ થઈ જાય છે.
 • બુધવાર, 10 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા છે. આ દિવસે સૂર્યદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. ભક્ત નિર્જળા ઉપવાસ કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
 • શનિવાર, 13 નવેમ્બરના રોજ અક્ષય નોમ છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
 • સોમવાર, 15 નવેમ્બરના રોજ દેવઊઠી અગિયારસ છે. આ દિવસે તુલસીના લગ્ન શાલિગ્રામજી સાથે કરાવવામાં આવશે. માન્યતા છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ શયનથી જાગે છે. આ દિવસથી બધા જ માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જાય છે.
 • મંગળવાર, 16 નવેમ્બરના રોજ ચાતુર્માસ પૂર્ણ થઈ જશે. આ દિવસે વૃશ્ચિક સંક્રાંતિ અને પ્રદોષ વ્રત પણ છે. આ તિથિએ શિવજી, માતા પાર્વતી અને સૂર્યદેવની ખાસ પૂજા કરવી જોઈએ.
 • ગુરુવાર, 18 નવેમ્બરના રોજ વૈકુંઠ ચતુર્દશી છે. આ તિથિ અંગે માન્યતા છે કે આ દિવસે શિવજી ભગવાન વિષ્ણુને સૃષ્ટિનો ભાર ફરીથી સોંપે છે અને ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું સંચાલન કરવાનું શરૂ કરશે.
 • શુક્રવાર, 19 નવેમ્બરના રોજ ગુરુનાનક જયંતિ છે. આ દિવસે કારતક પૂર્ણિમા છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરો.