• Home
  • Dharm Darshan
  • Dharm
  • Friendship Day 2020: Whether there is love in friendship or not can be judged by 6 things, this simple thing is explained in a policy of Panchatantra.

ફ્રેન્ડશિપ ડે / મિત્રતામાં પ્રેમ છે કે નહીં 6 વાતોથી પારખી શકાય છે, પંચતંત્રની એક નીતિમાં આ સરળ વાત સમજાવવામાં આવી છે

X

  • પંચતંત્રની વાર્તમાં મિત્રતા અને તેની સાથે જોડાયેલી વાતો ઉપર અનેક પ્રકારની નીતિઓ જણાવવામાં આવી છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:17 PM IST

એવા અનેક પુસ્તકો અને ગ્રંથ છે, જેમાં જીવન સાથે જોડાયેલી ખાસ વાતો ઉલ્લેખવામાં આવી છે. પંચતંત્ર પણ આવી જ નીતિ ગ્રંથોમાંથી એક છે. પંચતંત્રમાં 6 એવી વાતો ઉલ્લેખવામાં આવી છે, જે સાચી મિત્રતાની નિશાની છે. જો તમે અને તમારા મિત્રની વચ્ચે આ 6 વાતો હોય તો નિશ્ચિત જ તમે એકબીજાના સાચા સાથી છો. જાણો આ 6 વાતો વિશે...

ददाति प्रतिगृहाति गुह्ममाख्याति पृच्छति।
भुक्तये भोजयते चैव षड्विधं प्रीतिलक्षणम्।। (પંચતંત્ર)

અર્થ- મિત્રો સાથે વસ્તુઓનું આદાન-પ્રદાન, પોતાના પ્રિય વ્યક્તિને મનની વાત કહેવી અને તેમને તેમના મનની વાત પૂછવી, મિત્ર સાથે ભોજન ગ્રહણ કરવું અને તેમને ખવડાવવું. આ 6 સંબંધમાં પ્રેમના લક્ષણ છે.

પહેલી અને બીજી વાત- લેવડ-દેવડ છેઃ-
મિત્રતામાં માત્ર વસ્તુઓનું જ નહીં પરંતુ વિચારો અને જવાબદારીઓનું પણ લેવડ-દેવડ કરવામાં આવે છે. જે વ્યક્તિ તમારી સાથે તમારી અંગત વસ્તુઓ અને વિચારો કોઇ ઝંઝટ વિના વહેંચી લે તો, તેને પોતાનો સાચો મિત્ર સમજવો જોઇએ.

આપણે અનેક લોકોને મળીએ છીએ અને વાતો કરીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ આપણને આપણી ભૂલો જણાવી તેને સુધારવાની સલાહ આપતું નથી. આવું માત્ર એક સાચો મિત્ર જ કરી શકે છે. એટલે જેઓ તમને તમારી ભૂલ જણાવીને, પોતાના વિચારો તમારી સાથે વ્યક્ત કરે છે, તેને જ પોતાનો સાચો મિત્ર સમજો.

ત્રીજી અને ચોથી વાત- મનની વાત કહેવી અને પૂછવીઃ-
આપણે બધા લોકોને પોતાના મનની વાત કહી શકતાં નથી, વાત કહેવા માટે સામે રહેલાં વ્યક્તિ ઉપર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇ વ્યક્તિ ઉપર એટલો વિશ્વાસ કરો છો કે, તેની સાથે તમારા મનની વાત કહી શકો અને તેમની જાણી શકો તો તે વ્યક્તિ તમારો સાચો મિત્ર હોઇ શકે છે.

કોઇ સાથે વધારે સમય વિતાવવો અથવા હસી-મજાક કરવાથી સાચી મિત્રતા સાબિત થતી નથી. સાચો મિત્ર તે જ હોય છે, જેની સાથે તમે તમારા મનની વાત કોઇ સંકોચ કર્યા વિના કહી શકો છો.

પાંચમી અને છઠ્ઠી વાત- ભોજન કરવું અને કરાવવું-
કોઇ સાથે ભોજન કરવું અને તેને ખવડાવવું સાચી મિત્રતાની પાંચમી અને છઠ્ઠી નિશાની છે. જે લોકો તમારા ઘર-પરિવારને પોતાના સમજે છે અને તમારા પરિવાર સાથે પણ પોતાનાપણું અનુભવ કરે છે, તે જ તમારો મિત્ર છે.

જે લોકો સામે તમે ભોજન કરવામાં સંકોચ રાખતાં હોવ, તેમને ક્યારેય તમારો સાચો મિત્ર સમજો નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી