તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત:આજે શુક્રવાર અને ચોથનો યોગ, ગણેશજી સાથે મહાલક્ષ્મીજીની પૂજા કરો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે ચોથ વ્રત કરવામાં આવે છે

શુક્રવાર, 30 એપ્રિલના રોજ એટલે આજે ચૈત્ર મહિનાના વદ પક્ષની ચોથ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત અને પૂજા કરવાની પરંપરા છે. આ વખતે શુક્રવારે ચોથ હોવાથી ગણેશજી સાથે જ મહાલક્ષ્મીની પણ વિશેષ પૂજા કરો. ચોથ ગણેશજીની તિથિ છે. આ તિથિએ ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામનાથી ગણેશજીનું પૂજન અને વ્રત કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગણેશ ચોથના દિવસે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે....

ચોથના દિવસે સ્નાન કર્યા પછી ગણેશ મંદિર જવું. જો મંદિર જઈ શકો નહીં તો ઘરમાં જ ગણેશ ભગવાનને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો.

ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અનાજ ગ્રહણ કરશો નહીં. વ્રતમાં ફળાહાર, પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે. પૂજામાં ભગવાનને દૂર્વા અને જનોઈ ચઢાવો. ફળનો ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને તમે પણ ગ્રહણ કરો. તે પછી તેમના 12 નામના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

ગણેશજીના નામનો મંત્રઃ-

ૐ સુમુખાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગણકર્ણાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નનાશાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.

આ રીતે મહાલક્ષ્મીની પૂજા કરી શકો છોઃ-
શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. લક્ષ્મીજી સાથે જ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરશો તો વધારે શુભ રહે છે. આ બંને દેવી-દેવતાઓની પ્રતિમાનો અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. તે પછી જળથી અભિષેક કરો. વસ્ત્ર, હાર-ફૂલ, ભોગ વગેરે અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસેથી ભૂલની માફી માગો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો