• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Friday, 17 September Festivals, Vaman Jayanti 2021, Vishwakarma Puja 2021, Kanya Sankranti On 17th September, Parivartini Ekadashi On 17 September, Vishwakarma Puja

ઉત્સવ:આજે વામન જયંતિ, વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ અને પરિવર્તિની એકાદશી, બ્રહ્માજીની કૃપાથી વિશ્વકર્મા પ્રકટ થયા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 17 સપ્ટેમ્બરના રોજ એટલે આજે એકસાથે ચાર ખાસ પર્વ ઊજવવામાં આવી રહ્યા છે. આજે વામન જયંતિ, વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ અને પરિવર્તિની એકાદશી છે. દર વર્ષે કન્યા સંક્રાંતિની તારીખે જ વિશ્વકર્મા જયંતિ ઊજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પ્રાચીન સમયમાં કન્યા સંક્રાંતિના દિવસે જ બ્રહ્માજીની કૃપાથી વિશ્વકર્માજી પ્રકટ થયા હતાં. વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી માનવામાં આવે છે.

ખાસ કરીને મશીન અને નિર્માણ કાર્ય સાથે જોડાયેલાં લોકો વિશ્વકર્મા પૂજાનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવે છે. વિશ્વકર્માએ સતયુગમાં સ્વર્ગલોક, ત્રેતાયુગમાં સોનાની લંકા, દ્વાપર યુગમાં દ્વારકાનું નિર્માણ કર્યું હતું. માન્યતા છે કે ભગવાન વિશ્વકર્માની ત્રણ દીકરી હતી. રિદ્ધિ-સિદ્ધિ અને સંજ્ઞા. રિદ્ધિ-સિદ્ધિના લગ્ન ગણેશજી સાથે થયા અને સંજ્ઞાના લગ્ન સૂર્ય દેવતા સાથે થયાં હતાં.

વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો
વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો

વામન અવતાર કથા-
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં. શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. ત્યાર બાદ વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગ ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં એટલે બલિએ વામન દેવને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું.

વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું.

દર મહિને સંક્રાંતિ આવે છે-
સૂર્ય જે દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 17 સપ્ટેમ્બર એટલે આજે સૂર્ય સિંહ રાશિથી કન્યામાં પ્રવેશ કરશે, એટલે તેને કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં 12 સંકાંતિ આવે છે. સૂર્ય એક જ રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે અને પછી રાશિ બદલે છે.

ભાદરવા સુદ એકાદશી તિથિએ પડખું ફેરવે છે, આ પરિવર્તનના કારણે જ તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે
ભાદરવા સુદ એકાદશી તિથિએ પડખું ફેરવે છે, આ પરિવર્તનના કારણે જ તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે

આજે પરિવર્તિની એકાદશી વ્રત-
આ એકાદશી અંગે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ આ દરમિયાન આરામ કરી રહ્યા હોય છે અને આ તિથિએ પડખું ફેરવે છે, આ પરિવર્તનના કારણે જ તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વિષ્ણુજી માટે વ્રત કરવામાં આવે છે.