15 જૂનના રોજ એટલે આજે સૂર્યના મિથુન રાશિમાં આવવાથી દેશભરમાં મિથુન સંક્રાંતિ પર્વ ઉજવાશે. ઓરિસ્સામાં આ દિવસને રજ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાર દિવસના આ તહેવારને રજ પર્વ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચાર દિવસ ધરતી માતા પિરિઅડ્સમાં થાય છે. એટલે આ દિવસોમાં ખોદકામ, ખેડાણ, વાવણી જેવા ખેતીને લગતા તમામ કામો થતા નથી. સાથે જ સિલબટ્ટા (વાટવાનો પથ્થર)નો ઉપયોગ થયો નથી. કેમ કે તેને ભૂ દેવી એટલે ધરતી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
પહેલા વરસાદનો ઉત્સવ અને ખેતીનો પર્વ
ચાર દિવસનો આ ઉત્સવ કૃષિ પર્વ પણ હોય છે. માન્યતા છે કે આ દિવસોમાં સૂર્યના રાશિ બદલવાથી વરસાદ ચોક્કસ થાય છે. એટલે લોકો પહેલાં વરસાદનું સ્વાગત કરવા માટે એકઠાં થાય છે. જેમાં ભૂ દેવી એટલે ધરતી માતાની ખાસ પૂજા કરવામાં આવે છે. આ પર્વમાં મહિલાઓ અને કુંવારી યુવતીઓ ભાગ લે છે. જે સારા પાક અને યોગ્ય વરની કામના સાથે અનેક પ્રકારે ધરતી માતા અને ભગવાન સૂર્યની પૂજા કરે છે.
આ ચાર દિવસ ધરતી માતા પિરિઅડ્સમાં થાય છે
માન્યતા છે કે જેમ મહિલાઓ દર મહિને પિરિઅડ્સમાં થાય છે, જે તેમના શારીરિક વિકાસનું પ્રતીક છે. તેવી જ રીતે પૃથ્વીના વિકાસ માટે ધરતી માતા આ 4 દિવસ પિરિઅડ્સમાં થાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ પર્વના પહેલાં દિવસને પહેલી રજ, બીજા દિવસને મિથુન સંક્રાંતિ અથવા રજ, ત્રીજા દિવસને ભૂ દાહા અથવા વાસી રજ અને ચોથા દિવસને વસુમતી સ્નાન કહેવામાં આવે છે. ચોથા દિવસે ધરતીનું સ્નાન થાય છે. જેને વસુમતી ગઢુઆ કહેવામાં આવે છે. આ દિવસોમાં સિલબટ્ટા (વાટવાનો પથ્થર)નો ઉપયોગ થયો નથી. કેમ કે તેને ભૂ દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે.
રજ પર્વઃ પવિત્ર સ્નાન-દાન અને ભૂમિ પૂજન
ડો. મિશ્ર જણાવે છે કે પર્વના પહેલાં દિવસે સવારે જલ્દી જાગીને મહિલાઓ સ્નાન કરે છે. બીજા 2 દિવસ સ્નાન કરતી નથી. પછી ચોથા દિવસે પવિત્ર સ્નાન કરીને ભૂ દેવીને પ્રણામ કરીને ચંદન, સિંદૂર અને ફૂલથી પૂજા કરવામાં આવે છે. અનેક પ્રકારના ફળ ચઢાવવામાં આવે છે. તે પછી તેમને દાન કરી દેવામાં આવે છે. સાથે જ, કપડા અને અન્ય પ્રકારની વસ્તુઓ દાન કરવામાં આવે છે. આ પર્વ દરમિયાન ધરતી ઉપર કોઈપણ પ્રકારનું ખોદકામ, ખેડાણ અને વાવણી પણ કરવામાં આવતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.