• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • For The Satisfaction Of Ancestors Till 6th October, The Law Of Donating Ten Things Including Ghee, Jaggery And Sesame Is Mentioned In The Texts.

6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ:પિતૃઓની સંતુષ્ટિ માટે ગ્રંથોમાં ઘી, ગોળ અને તલ સહિત દસ વસ્તુઓ દાન કરવાનું વિધાન છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરૂડ પુરાણ અને નિર્ણય સિંધુ ગ્રંથ પ્રમાણે દસ કે આઠ મહાદાન કરવાથી મૃતાત્મા અને પિતૃઓને તૃપ્તિ મળે છે

પિતૃપક્ષ 6 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમિયાન પિંડદાન, તર્પણ અને પંચબલિ સાથે શ્રાદ્ધ કરવાથી પિતૃ સંતુષ્ટ થાય છે. પરંતુ આ દિવસોમાં અનેક પ્રકારના દાન કરવાની પણ પરંપરા છે. ગ્રંથોમાં મૃતાત્મા અને પિતૃઓની સંતુષ્ટિ માટે જે દાન જણાવવામાં આવ્યું છે તેમાંથી અનેક વસ્તુઓ સરળતાથી ઘરમાં મળી જાય છે.

બનારસ, પુરી અને ઉજ્જૈનના વિદ્વાન પ્રમાણે જરૂરી નથી કે હંમેશાં મોંઘી વસ્તુઓનું જ દાન કરવામાં આવે. શ્રદ્ધા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરમાં જે વસ્તુ મળી જાય તેનાથી આપણે આપણાં પિતૃઓને નિમિત્ત દાન કરી શકીએ છીએ. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આપણાં પિતૃ પ્રસન્ન થાય છે.

પિતૃદોષથી મુક્તિ અને આર્થિક સંપન્નતા માટે દાન-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલાં દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. જેથી પિતૃદોષથી મુક્તિ મળવા લાગે છે. સાથે જ આર્થિક સંપન્નતા પણ મળે છે. પિતૃઓ માટે જે વસ્તુઓ દાન કરવી જોઈએ તેનો ઉલ્લેખ પુરાણો અને અન્ય ધર્મ ગ્રંથોમાં મળે છે. તેમાં મોટાભાગની વસ્તુઓ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે.

ગ્રંથોમાં આઠ અને દસ મહાદાન જણાવવામાં આવ્યાં છે-
નિર્ણયસિંધુ અને ગરૂડ પુરાણમાં મહાદાનની જાણકારી આપવામાં આવી છે. આ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કે મૃત્યુ પછી કઈ વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ. જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે. તેના માટે આ ગ્રંથોમાં દસ પ્રકારના મહાદાન જણાવવામાં આવ્યાં છે. પરંતુ એટલું ન કરી શકો તો આઠ પ્રકારની ખાસ વસ્તુઓનું દાન કરીને જ અષ્ટ મહાદાનનું પણ પુણ્ય મળી જાય છે.

દસ મહાદાન-
गोभूतिलहिरण्याज्यं वासो धान्यं गुडानि च ।
रौप्यं लवणमित्याहुर्दशदानान्यनुक्रमात्॥ - નિર્ણયસિંધુ ગ્રંથ

અર્થ- ગાય, જમીન, તલ, સોનુ, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી અને મીઠું આ દસ વસ્તુઓનું દાન દસ મહાદાન કહેવાય છે. આ દાન પિતૃઓને નિમિત્ત કરવામાં આવે છે. કોઈ કારણે મૃત્યુ સમયે કરવામાં ન આવે તો શ્રાદ્ધ પક્ષમાં આ વસ્તુઓનું દાન કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે.

અષ્ટ મહાદાન-
तिला लोहं हिरण्यं च कार्पासो लवणं तथा।
सप्तधान्यं क्षितिर्गावो ह्येकैकं पावनं स्मृतम्॥ - ગરૂડ પુરાણ ગ્રંથ

અર્થ- તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, સાત પ્રકારના અનાજ, જમીન અને ગાય. આ આઠનું દાન કરવું જ અષ્ટ મહાદાન કહેવાય છે. આ પ્રકારના મહાદાન મૃતાત્મા કે પિતૃઓને સંતુષ્ટિ આપનાર હોય છે.