• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • For Shiva Worship For 3 Consecutive Days From The Month Of Sawan To 25, But Before That Special Coincidence Of Shiva Worship From 7 To 9 July

શિવપૂજા માટે સતત 3 દિવસ:8 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ, પરંતુ તે પહેલાં 7થી 9 જુલાઈ સુધી શિવપૂજાનો વિશેષ સંયોગ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7મીએ પ્રદોષ, 8મીએ માસિક શિવરાત્રિ અને 9 જુલાઈએ અમાસના દિવસે શિવપૂજા કરવાથી પરેશાનીઓ દૂર થશે

શિવ પૂજા માટે શ્રાવણનો મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જે 25 જુલાઈથી શરૂ થશે. પરંતુ આ પહેલાં જ જેઠ મહિનાના વદ પક્ષના છેલ્લાં 3 દિવસ ભગવાન ભોળાનાથની પૂજા માટે ખાસ રહેશે. આ દિવસોમાં પ્રદોષ, શિવરાત્રિ અને અમાસનો સંયોગ બની રહ્યો છે.

શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની વિશેષ પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે સાથે જ ઉંમર પણ વધે છે.

શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની વિશેષ પૂજા કરો
શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની વિશેષ પૂજા કરો

શારીરિક પરેશાનીઓથી છુટકારોઃ-
જેઠ મહિનાના પ્રદોશ, શિવ ચૌદશ અને અમાસના દિવસે સવારે જલ્દી જાગીને જળ અને દૂધથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ. તે પછી શિવલિંગ ઉપર મદાર, ધતૂરો અને બીલીપાન ચઢાવો. સાથે જ, શિવજીને સિઝનલ ફળનો ભોગ ધરાવો. આ ત્રણેય દિવસોમાં સત્તૂ, કેરી અને દૂધનું દાન કરવું ખૂબ જ શુભ રહે છે. આ વસ્તુઓનું દાન કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.

જેઠ મહિનાના વદ પક્ષના છેલ્લાં 3 દિવસ ભગવાન ભોળાનાથની પૂજા માટે ખાસ રહેશે. આ દિવસોમાં પ્રદોષ, શિવરાત્રિ અને અમાસનો સંયોગ બની રહ્યો છે.
જેઠ મહિનાના વદ પક્ષના છેલ્લાં 3 દિવસ ભગવાન ભોળાનાથની પૂજા માટે ખાસ રહેશે. આ દિવસોમાં પ્રદોષ, શિવરાત્રિ અને અમાસનો સંયોગ બની રહ્યો છે.

શિવપૂજા માટે 3 દિવસઃ-

પ્રદોષ તિથિઃ 7 જુલાઈ, બુધવારઃ-
આ દિવસે વ્રત રાખો અને સાંજે સૂર્યાસ્ત સમયે શિવપૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ ઉપર બીલીપાન અને સફેદ ફૂલની માળા ચઢાવો. સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો. માટીના માટલામાં પાણી ભરીને શિવ મંદિરમાં દાન કરો.

શિવ ચૌદશઃ 8 જુલાઈ, ગુરુવારઃ-
આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત પણ કરવામાં આવવું જોઈએ. આ તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે દેવી પાર્વતીને સૌભાગ્યની સામગ્રી એટલે 16 શ્રૃંગાર ચઢાવવામા આવે છે. જેથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

જેઠ અમાસઃ 9 જુલાઈ, શુક્રવારઃ-
આ દિવસે જેઠ મહિનાના વદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. આ અમાસના દિવસે પ્રદોષ કાળમાં શિવપૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળનો અર્થ, દિવસ પૂર્ણ થવો અને રાતની શરૂઆત પહેલાનો સમય છે. આ શુભ સમયમાં ભગવાન શિવનો અભિષેક અને મહામૃત્યુંજય મંત્ર સાથે વિશેષ પૂજા કરવી જોઈએ. જેથી શારીરિક પરેશાનીઓ દૂર થવા લાગે છે. સાથે જ, શનિ અને પિતૃદોષની અસર પણ ઓછી થવા લાગે છે.