તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ ચોથ:આજે સંકષ્ટી ચોથમાં ગણેશ પૂજા અને ચંદ્ર દર્શન પછી જ ભોજન કરવામાં આવે છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્ર મહિનાની સંકષ્ટી ચોથના દિવસે ગણેશજીના 12 નામનો જાપ કરીને પૂજા કરવાથી સંકટ દૂર થાય છે

શુક્રવાર, 30 એપ્રિલ એટલે આજે ચૈત્ર મહિનાના વદ પક્ષની ચોથ છે. જે હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષની પહેલી મોટી ચોથ છે. આજે વ્રત અને ભગવાન ગણેશજીની પૂજા અને ચંદ્રને અર્ઘ્ય આપવામાં આવે છે. તે પછી જ ભોજન કરીને વ્રત ખોલવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીના 12 નામનો જાપ કરીને પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થાય છે.

માટીની મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરી શકો છોઃ-
ગણેશ ચોથના દિવસે જલ્દી જાગવું જોઈએ. ભગવાન ગણેશજીની સોના, ચાંદી, તાંબા કે પીતળની મૂર્તિની પૂજા કરવી જોઈએ. ઘરમાં જ માટીથી બનેલી મૂર્તિની પણ પૂજા કરી શકો છો. તે પછી વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. પછી ભગવાન ગણેશજીનો અભિષેક કરો. તે પછી ભગવાન શ્રીગણેશને જનોઈ પહેરાવો.

ચંદન, ચોખા, ફૂલ, અબીર, ગુલાલ, સિંદૂર અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો. તે પછી ૐ ગં ગણપતયૈ નમઃ, મંત્ર બોલીને દૂર્વા ચઢાવો. પછી લાડવાનો ભોગ ધરાવો અને આરતી કરો. પૂજા કર્યા પછી પ્રસાદ ગ્રહણ કરો. પછી સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂજા કરવી જોઈએ. તે પછી જ ભોજન કરવું જોઈએ.

ગણેશજીના 12 નામઃ-
ગણેશજીની પૂજા કર્યા પછી ગણેશજીના 12 નામનો જાપ કરો. ૐ સુમુખાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગણકર્ણાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નનાશાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો