તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • First Went Abroad At The Age Of 69, Had Two Heart Attacks On The Way, Was Incarcerated In Russia, Yet Built More Than 108 Krishna Temples In The World

જન્માષ્ટમી સ્પેશિયલ:69 વર્ષની ઉંમરે પહેલીવાર વિદેશ ગયા, રસ્તામાં બે હાર્ટ-એટેક આવ્યા, રશિયામાં નજરકેદ કરવામાં આવ્યા છતાંય દુનિયામાં 108થી વધારે કૃષ્ણ મંદિર ઊભાં કર્યાં

17 દિવસ પહેલા
  • એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની ડાયરી જલદૂતના વિશેષ અંશ
  • 1 સપ્ટેમ્બરના રોજ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના જન્મને 125 વર્ષ પૂરાં થઈ જશે

આ વાત ત્યારની છે, જ્યારે ઇસ્કોનનું કોઈ અસ્તિત્વ નહોતું. 69 વર્ષની ઉંમરે એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાત જહાજ જલદૂતથી અમેરિકા જઈ રહ્યા હતા. એટલાન્ટિક મહાસાગરની લહેરોમાં ઝડપથી આગળ વધતા જહાજમાં તેઓ બીમાર પડ્યા. 23 ઓગસ્ટ 1965 તારીખ હતી, જ્યારે જહાજમાં બે દિવસ સતત તેમને હાર્ટ-એટેક આવ્યો.

અમેરિકા પહોંચ્યા, ત્યાં કોઈ સહયોગી હતું નહીં. થોડા દિવસો પછી એક અમેરિકી યુવાને તેમની પાસેથી દીક્ષા લીધી. રોજ અમેરિકાના બોસ્ટનમાં ભાડાના એક મકાનમાં ભાગવત ગીતા પર વ્યાખ્યાન આપતા, પછી પોતાના હાથેથી બનેલો પ્રસાદ વહેંચવો અને દર રવિવારે બોસ્ટનના ટોમ્કિન રસ્તા પર ઊભા રહીને હરે કૃષ્ણ નામનો જાપ કરવો, આ તેમનું રૂટિન હતું. ધીમે-ધીમે લોકો જોડાઈ રહ્યા હતા. પછી એક દિવસ અમેરિકાના ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે પ્રભુપાદજીના આ કાર્ય અંગે એક લેખ છાપ્યો. અમેરિકી યુવાનો તેમની સાથે જોડાઈ રહ્યા હતા. કીર્તનમાં ભાગ લઈ રહ્યા હતાં. પ્રસાદ ખાઈ રહ્યા હતા. લગભગ એક વર્ષ સુધી આ સિલસિલો ચાલ્યો. પછી 11 જુલાઈ 1966માં તેમણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્સિયશનેસ એટલે ઇસ્કોનને ન્યૂયોર્કમાં રજિસ્ટર કરાવ્યું અને આ રીતે ઇસ્કોનની શરૂઆત થઈ.

હરે કૃષ્ણનો જાપ કરતા વિદેશી શ્રીલ ભક્તો સાથે પ્રભુપાદ.
હરે કૃષ્ણનો જાપ કરતા વિદેશી શ્રીલ ભક્તો સાથે પ્રભુપાદ.

સંયોગ અને ચમત્કારની યાત્રા
આ સંયોગ જ છે કે શ્રીલ પ્રભુપાદે દુનિયામાં શ્રીકૃષ્ણની ભક્તિનું આંદોલન ચલાવ્યું અને તેમનો જન્મ પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના એક દિવસ પછી થયો. 1986માં 31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી હતી, 1 સપ્ટેમ્બરના રોજ શ્રીલ પ્રભુપાદનો જન્મ થયો. આ વર્ષે પણ આ સંયોગ છે કે જન્માષ્ટમી 30 ઓગસ્ટના રોજ છે, 31 ઓગસ્ટે તિથિ પ્રમાણે અને 1 સપ્ટેમ્બરના રોજ તારીખ પ્રમાણે તેમનો જન્મદિવસ ઊજવવામાં આવશે. બેંગલુરુ ઇસ્કોન પ્રમાણે આ વર્ષે પ્રભુપાદજીની 125મી જયંતીના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થશે.

દુનિયામાં 108 મંદિર બનાવ્યાં
શ્રીલ પ્રભુપાદના રહેતાં દુનિયાભરમાં 108 કૃષ્ણ મંદિર બન્યાં. પોતાના જીવનનાં છેલ્લાં 10 વર્ષમાં તેમણે ઇસ્કોનની સ્થાપના કરી અને દુનિયાભરમાં શ્રીકૃષ્ણ ભક્તિનું સંપૂર્ણ આંદોલન ઊભું કર્યું. 1966માં ન્યૂયોર્કમા પહેલું મંદિર અને 1975માં ભારતમાં પહેલું મંદિર વૃંદાવનમાં બન્યું. 14 નવેમ્બર 1977માં તેમનું મૃત્યુ સુધી 108 મંદિર બની ગયાં હતાં. આ સમયે ઇસ્કોનનાં દુનિયાભરમાં 600 મંદિર અને સેન્ટર્સ છે.

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથે શ્રીલ્ પ્રભુપાદ.ભારત સરકારે તેમના આધ્યાત્મિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથે શ્રીલ્ પ્રભુપાદ.ભારત સરકારે તેમના આધ્યાત્મિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું.

કોલકાતામાં જન્મેલા, ગાંધીજીના આંદોલનમાં પણ જોડાયા
શ્રીલ પ્રભુપાદનો જન્મ 1 સપ્ટેમ્બર 1896માં કોલકાતાના એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમનું નામ અભય ચરણ ડે હતું. કોલકાતાથી જ કોઈ 100 કિમી દૂર માયાપુર હતું, જે વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થાન છે. આ સ્થાન સાથે તેમને લગાવ હતો. 1922માં તેઓ વૈષ્ણવ સંત ભક્તિસિદ્ધાંત સરસ્વતી સાથે જોડાયા. તેમને ગુરુ બનાવ્યા. નવું નામ મળ્યું અભય ચરણદાસ ભક્તિવેદાંત પ્રભુપાદ. 1930માં મહાત્મા ગાંધીના સવિનય અવજ્ઞા આંદોલનમાં પણ સામેલ થયા.

1933માં ગુરુ ભક્તિસિદ્ધાંત સ્વામીએ સ્વામી પ્રભુપાદ પાસે પશ્ચિમી દેશોમાં કૃષ્ણ ભક્તિનું આંદોલન ઊભું કરવા માટે જણાવ્યું. એ પછી સ્વામી પ્રભુપાદે પોતાને વિદેશોમાં શ્રીકૃષ્ણ ભક્તિપ્રચાર કરવામાં લગાવી દીધા, પરંતુ તેમનો રસ્તો સરળ હતો નહીં. વિદેશ જવાની પહેલી તક તેમને 1965માં મળી.

1960-70ના દાયકાના હોલિવૂડ સ્ટાર્સમાં પણ પ્રભુપાદજીનું આકર્ષણ જોવા મળ્યું. હોલિવુડના જાણીતા સંગીતકાર જોર્જ હેનરી પણ પ્રભુપાદજીના પ્રશંસકોમાંથી એક હતા.
1960-70ના દાયકાના હોલિવૂડ સ્ટાર્સમાં પણ પ્રભુપાદજીનું આકર્ષણ જોવા મળ્યું. હોલિવુડના જાણીતા સંગીતકાર જોર્જ હેનરી પણ પ્રભુપાદજીના પ્રશંસકોમાંથી એક હતા.

1918માં લગ્ન, 3 બાળક-
શ્રીલ પ્રભુપાદના લગ્ન 1918માં 22 વર્ષની ઉંમરમાં રાધારાણી દેવી સાથે થયા. તેમનાં ત્રણ બાળક વૃંદાવન ચંદ્ર ડે, મથુરા મોહન ડે અને પ્રયાગ રાજ ડે છે. તેમને એક ભાઈ અને બે બહેનો પણ હતાં.

વૃંદાવનમાં એક રૂમમાં રહ્યા, ભાગવત ગીતાનું ટ્રાન્સલેશન કર્યું-
કૃષ્ણ ભક્તિમાં ઘર-પરિવાર છોડી ચૂકેલા પ્રભુપાદજીને રહેવા માટે વૃંદાવનના રાધા-દામોદર મંદિરમાં એક રૂમ મળ્યો હતો. આ રૂમમાં જ તેમનો દિવસ પસાર થતો. શરૂઆતના દિવસ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યા. રૂપિયાની તકલીફ હતી. વધારે લોકો પણ જોડાયા નહીં. આ રૂમમાં તેમણે ભાગવત ગીતાનું સંસ્કૃતથી હિંદી અને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન શરૂ કર્યું. 1975માં ભારતનું પહેલું ઇસ્કોન મંદિર વૃંદાવનમાં બન્યું. વૃંદાવનથી મોટા ભાગે તેઓ દિલ્હીના ચિપ્પીવાડા વિસ્તારમાં જતા હતા. અહીં રહીને તેઓ પોતાની પુસ્તકોના પ્રકાશનની વ્યવસ્થા શોધતા હતા. પછી આ જગ્યાએ ઇસ્કોન મંદિર પણ બનાવવામાં આવ્યું.

યુએસના બોસ્ટનનું તે ઝાડ, જ્યાં શ્રીલ પ્રભુપાદ ઊભા રહીને ભગવત ગીતાનો ઉપદેશ આપતા હતા અને કીર્તન કરતા હતા. આ ઝાડનું નામ તેમની યાદમાં હરે કૃષ્ણ ટ્રી રાખવામાં આવ્યું. આજે પણ ઇસ્કોનના ભક્ત આ ઝાડને જોવા આવે છે.
યુએસના બોસ્ટનનું તે ઝાડ, જ્યાં શ્રીલ પ્રભુપાદ ઊભા રહીને ભગવત ગીતાનો ઉપદેશ આપતા હતા અને કીર્તન કરતા હતા. આ ઝાડનું નામ તેમની યાદમાં હરે કૃષ્ણ ટ્રી રાખવામાં આવ્યું. આજે પણ ઇસ્કોનના ભક્ત આ ઝાડને જોવા આવે છે.

પહેલું મંદિર ન્યૂયોર્કમાં, જ્યાં રહેતા હતા ત્યાં જ મંદિર બનાવ્યું
શ્રીલ પ્રભુપાદ બોસ્ટનથી ન્યૂયોર્ક આવી ગયા. અહીં ઇસ્કોનને રજિસ્ટર સંસ્થા બનાવ્યું અને શ્રીકૃષ્ણનો પ્રચાર શરૂ કર્યો. ન્યૂયોર્કમાં 4 સ્ટોરફ્રંટ નામની જગ્યાએ તેઓ રહેતા હતા, અહીં જ ઇસ્કોનનું પહેલું મંદિર બન્યું. ન્યૂયોર્કમાં ખૂબ જ ઝડપથી અમેરિકી લોકો તેમની સાથે જોડાયા. 13 જુલાઈ 1966ના રોજ ન્યૂયોર્કનું પહેલું મંદિર બન્યું.

રશિયામાં નજરકેદ થયા, એક શિષ્ય બનાવ્યો તેણે જ આખા રશિયામાં 100 સેન્ટર ઊભાં કર્યાં
1970-71માં શ્રીલ પ્રભુપાદ પહેલી અને છેલ્લીવાર રશિયા ગયા. એ દિવસમાં ત્યાં કમ્યુનિસ્ટ સરકાર હતી. સંન્યાસીના વેશમાં બે શિષ્ય સાથે તેઓ મોસ્કો એરપોર્ટ ઉપર ઊતર્યા અને વેશભૂષાને કારણે તેમને હોટલમાં નજરકેદ કરી દેવામાં આવ્યાં. મોસ્કો યુનિવર્સિટીમાં તેમનું લેક્ચર હતું, જે તેઓ આપી શક્યા નહીં.

શાકાહારી હતા એટલે ફળ વગેરે લાવવા માટે તેમણે પોતાના બંને શિષ્યોને માર્કેટ મોકલ્યા. શિષ્યોની મુલાકાત બે લોકો સાથે થઈ, એક ભારતીય હતો અને એક રશિયન. બંને પ્રભુપાદજીને મળવા હોટલ આવ્યા. લગભગ 2 કલાકની મુલાકાત હતી. રશિયન યુવક ઇવાન પ્રભુપાદજીથી પ્રભાવિત થઈ ગયો. તેણે ત્યાં હોટલમાં જ દીક્ષા લીધી. ઇવાનનું ત્યાં જ નવું નામ અનંત શાંતિદાસ રાખવામાં આવ્યું. ભગવત ગીતાની અંગ્રેજી કોપી લઇને તે રવાના થયો. પછી પ્રભુપાદ ક્યારેય રશિયા આવ્યા નહીં, પરંતુ અનંત શાંતિ દાસે તેમના આ આંદોલનને આગળ વધાર્યું. કમ્યૂનિસ્ટ સરકારે એને પણ દબાવવાની કોશિશ કરી. થોડા ઇસ્કોનના ભક્તો માર્યાં પણ ગયા, પરંતુ રશિયામાં ઇસ્કોનનાં લગભગ 100 સેન્ટર બન્યાં. આજે પણ રશિયામાં હજારો કૃષ્ણભક્ત છે, જે ઇસ્કોન સાથે જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...