આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. ભગવાન શિવની પૂજા માટે શ્રાવણ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થવા લાગે છે. સાથે જ પરિવારમાં સુખ-શાંતિ રહે છે. મહાકાળ હોવાના કારણે શિવજીની ખાસ પૂજાથી દુર્ઘટનાઓ અને અકાળ મૃત્યુ થતું નથી.
શિવપુરાણ પ્રમાણે આ મહિનામાં શિવજી પૃથ્વી ઉપર એટલે પોતાના સાસરે આવ્યાં હતાં. એટલે માન્યતાના આધારે કહેવામાં આવે છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવજી પૃથ્વી ઉપર આવે છે. એટલે આ મહિનામાં શિવની ખાસ પૂજા કરવામાં આવે છે.
પહેલો સોમવાર, 1 ઓગસ્ટ
આ દિવસે ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. સાથે જ ધ્વજ અને રવિયોગ પણ બની રહ્યો છે. આ નક્ષત્રના દેવતા ભગ હોય છે અને સ્વામી શુક્ર. એટલે આ નક્ષત્રમાં કરવામાં આવતી શિવપૂજા ખાસ ફળદાયી હોય છે. આ નક્ષત્રમાં નિર્માણ કાર્ય કરવાનું મુહૂર્ત હોય છે. ખેતી માટે પણ આ નક્ષત્ર શુભ માનવામાં આવે છે. ભગવાન સૂર્યનો પ્રભાવ આ નક્ષત્ર ઉપર રહેવાથી આ દિવસે કરવામાં આવતી શિવપૂજાથી શારીરિક-માનસિક અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
શ્રાવણ સોમવારની ખાસ પૂજા
શિવ મંદિરમાં જઈને દીવો અને ધૂપબત્તી પ્રગટાવો. ઘરમાં પણ પૂજા કરી શકો છો. નદી કે કુવામાંથી શુદ્ધ જળ લાવો. બોરવેલનું પાણી પણ લઈ શકો છો. તેમાં ગંગાજળ અને કાચુ દૂધ મિક્સ કરી લો. પછી શિવજી ઉપર ચઢાવો. જળ ચઢાવતી સમયે ૐ નમઃ શિવાય મંત્ર બોલો. તે પછી ભગવાનને ચંદન લગાવો. પછી બીલીપત્ર, ધતૂરો અને મદારના ફૂલ ચઢાવો. સાથે જ જે પણ પૂજા સામગ્રી તમારી પાસે હોય તે બધી ભગવાન ઉપર ચઢાવો અને ૐ નમઃ શિવાયનો જાપ 108 વખત કરો. પછી ભગવાનને મીઠાઈનો પ્રસાદ ધરાવો.
શ્રાવણ સોમવારની પૂજાથી બીમારીઓ દૂર થાય છે
શ્રાવણ સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. આ દિવસે વ્રત કે ઉપવાસનું ફળ પણ જલ્દી જ મળે છે. કાશી વિદ્વત પરિષદના મંત્રી ડો. રામનારાયણ દ્વિવેદી જણાવે છે કે શ્રાવણ સોમવારે શિવપૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે, મનોકામનાઓ પૂર્ણ થાય છે, પદ-પ્રતિષ્ઠા અને ઉંમર વધે છે. ડો. દ્વિવેદી જણાવે છે કે શ્રાવણ સોમવારે કરવામાં આવેલ દાનનું અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.