આ સપ્તાહનું પહેલું વ્રત:સંતાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ આખો દિવસ નિર્જળા રહે છે, સાંજે અહોયી માતા અને ચંદ્રની પૂજા પછી જ વ્રત ખોલવામાં આવે છે

સંતાનના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે અહોયી આઠમ વ્રત 17 ઓક્ટોબર, સોમવારના દિવસે કરવામાં આવશે. આ દિવસે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને વ્રતનો સંકલ્પ કરે છે. તે પછી આખો દિવસ વ્રત રાખીને સાંજે સૂર્યાસ્ત પછી માતાની પૂજા કરે છે. તે પછી વ્રત પૂર્ણ કરે છે. આ વ્રત સંતાનના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે કરવામાં આવે છે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ પણ મળે છે.

અહોયી નો અર્થ અસંભવિતને સંભવિત બનાવવું
અહોયી નો અર્થ અસંભવિતને સંભવિત બનાવવાનું થાય છે. આ દિવસે અહોયી માતાની પૂજા કરવામાં આવે છે. અહોયી આઠમનું વ્રત દિવસભર નિર્જળા રહીને કરવામાં આવે છે. અહોયી માતાનું પૂજન કરવા માટે મહિલાઓ સવારે મંદિર જાય છે અને ત્યાં પૂજા સાથે વ્રતની શરૂઆત કરે છે. સાંજે પૂજા કરીને કથા સાંભળ્યાં બાદ આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અનેક જગ્યાએ આ વ્રત ચંદ્ર દર્શન બાદ પણ ખોલવામાં આવે છે.

અહોયીની માળા
મોટાભાગની જગ્યાએ નાના બાળકોના ગળામાં માતા અહોયી ની માળા પહેરાવવામાં આવે છે જે દિવાળી સુધી પહેરવાની હોય છે. જો માળા પહેરાવી ન શકાય તો બાળકોના ગળામાં ચાંદીની ચેન અથવા અહોયી માતાને અર્પણ કરેલો સૂતરનો દોરો પણ બાંધી શકાય છે.

થોડા લોકો બજારમાંથી અહોયી માતાનું રંગીન ચિત્ર લગાવીને તેમની પૂજા કરે છે
થોડા લોકો બજારમાંથી અહોયી માતાનું રંગીન ચિત્ર લગાવીને તેમની પૂજા કરે છે

સાંજે તારાઓના ઉદય પછી જ પૂજા શરૂ થાય છે
આ દિવસે મહિલાઓ સાંજે દિવાલ ઉપર અહોયી માતાનું ચિત્ર બનાવે છે. થોડા લોકો બજારમાંથી અહોયી માતાનું રંગીન ચિત્ર લગાવીને તેમની પૂજા કરે છે. થોડી મહિલાઓ પૂજા માટે ચાંદીની એક અહોયી પણ બનાવે છે, જેને સાહુડી કહેવામાં આવે છે અને તેમાં ચાંદીના બે મોતી પોરવીને ખાસ પૂજન કરવામાં આવે છે.

આકાશમાં તારા ઉદય પછી અહોયી માતાની પૂજા શરૂ થાય છે. તસવીર સામે એક વાટકીમાં ચોખા રાખવામાં આવે છે અને અહોયી માતાની વાર્તા કરવામાં આવે છે. સવારે પૂજા કરતી વખતે કળશમાં પાણી ભરવું. આ કળશ એ જ રાખવો જેનો ઉપયોગ કરવા ચૌથમાં પણ કર્યો હોય. સાંજે આ ચિત્રની પૂજા કરી અને માતાને દૂધ, ચોખાનો ભોગ ધરાવો અને લોટાનું પાણી સંધ્યા સમયે અર્ધ્ય આપવું.

આ વ્રત ખાસ કરીને ઉત્તર ભારતમાં ઊજવવામાં આવે છે
આ વ્રત ખાસ કરીને ઉત્તર ભારતમાં ઊજવવામાં આવે છે

ચંદ્ર દર્શન પછી વ્રત પૂર્ણ થાય છે
અહોયી આઠમના દિવસે માતાઓ પોતાના બાળકોના કલ્યાણ માટે અહોયી માતાની પૂજા અને વ્રત કરે છે. માતા, ખૂબ જ ઉત્સાહથી અહોયી માતાની પૂજા કરે છે તથા પોતાના બાળકોની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને મંગલમય જીવન માટે પ્રાર્થના કરે છે. ચંદ્રના દર્શન કરીને પૂજા કર્યા પછી આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. જે લોકોને સંતાન પ્રાપ્તિમાં પરેશાની આવી રહી છે, તે લોકો માટે આ વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

કૃષ્ણાષ્ટમી પણ કહેવાય છે
આ દિવસને કૃષ્ણાષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે મથુરાના રાધા કુંડમાં અનેક લોકો તીર્થ સ્નાન માટે આવે છે. આ વ્રત ખાસ કરીને ઉત્તર ભારતમાં ઊજવવામાં આવે છે. યૂપી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આ વ્રત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.