પર્વ અને તિથિ-તહેવાર:17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે, પિતૃઓની પૂજા માટે શુભ સમય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેદ અને ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય છે, ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

આજે સૂર્ય કન્યા રાશિમાં આવી જશે. આવતા મહિને 17 ઓક્ટોબરના રોજ તે તુલા રાશિમાં આવી જશે. આ દરમિયાન દરેક રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના કન્યા રાશિમાં આવી જવાથી તેને કન્યા સંક્રાંતિ કહેવામાં આવશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યની શુભ અસરના કારણે મેષ, કર્ક અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સારા ફેરફાર થવાની શક્યતા છે. સાથે જ આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે. ત્યાં જ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કાર્યો પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. વડીલો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ, સૂર્યના અશુભ અસરને કારણે નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવે છે. નુકસાન પણ થાય છે. વડીલો સાથે વિવાદ થઈ શકે છે. આંખને લગતી પરેશાની શક્ય છે. માથાનો દુખાવો પણ થાય છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ અને તણાવ પણ રહી શકે છે.

વેદ અને ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય છે, ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે
વેદ અને ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય છે, ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે

સૂર્ય સંક્રાંતિ અને વિશ્વકર્મા જયંતિ-
પૌરાણિક કથાઓ અને માન્યતાઓ પ્રમાણે જે દિવસે દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્માની બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી, તે દિવસે કન્યા સંક્રાંતિ હતી. કન્યા સંક્રાંતિનો યોગ સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી બને છે. દર વર્ષે આ દિવસ સૂર્યની ગતિ પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ જ આવે છે. આ દિવસે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થાય છે અને દેવ શિલ્પીની જયંતિ ઊજવવામાં આવે છે.

20 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થશે-
17 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કન્યા રાશિમાં રહેતા શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ જશે. આ વખતે પિતૃઓની પૂજા માટે 16 નહીં પરંતુ 17 દિવસ મળી રહ્યા છે. જે 20 સપ્ટેમ્બરથી શરૂ થઈને 6 ઓક્ટોબર સુધી રહેશે. તેમાં 6 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ રહેશે.