તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવાર:આ દિવસે સ્નાન-દાન સાથે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થઈ શકે છે

13 દિવસ પહેલા
  • ગુરુવારના દિવસના સ્વામી ભગવાન વિષ્ણુ છે, આ દિવસે કરવામાં આવેલ ધર્મ-કર્મથી પાપ દૂર થઈ શકે છે

ગુરુવારે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાનું વિધાન છે. આ દિવસે વિષ્ણુજીની પૂજા સાથે સત્યનારાયણ કથા સાંભળવાનું અને કરવાનું પણ મહત્ત્વ છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. ગુરુવાર, ભગવાન વિષ્ણુનો દિવસ હોવાથી ખાસ માનવામાં આવે છે. આ દિવસે તુલસી અને પીપળાની પૂજા કરવાથી પણ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ દિવસે દૂધ અને પાણીથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ
આ દિવસે દૂધ અને પાણીથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ

ગુરુવારના દિવસે ધર્મ-કર્મઃ-
સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન જેટલું પુણ્ય મળે છે. તે પછી આખો દિવસ વ્રત, પૂજા અને દાનનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી દૂધ અને પાણીથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. પછી અનેક વસ્તુઓથી પૂજા કરવી જોઈએ. તે પછી અભિષેક કરેલું જળ થોડું ગ્રહણ કરવું અને બાકીનું જળ પીપળા કે તુલસીમાં ચઢાવવું જોઈએ. તે પછી ગાયને ઘાસ ખવડાવો. પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ-જળ, છત્રી, સફેદ કપડા કે બૂટ-ચપ્પલનું દાન કરવું જોઈએ.

એક લોટામાં પાણી અને તાજુ દૂધ મિક્સ કરી લેવું અને પીપળાના વૃક્ષમાં ચઢાવવું
એક લોટામાં પાણી અને તાજુ દૂધ મિક્સ કરી લેવું અને પીપળાના વૃક્ષમાં ચઢાવવું

પીપળા અને તુલસીની પૂજાઃ-
સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચઢાવો. ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરો. પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરો. તે પછી એક લોટામાં પાણી અને તાજુ દૂધ મિક્સ કરી લેવું જોઈએ. પછી પીપળાના વૃક્ષમાં ચઢાવવું. પછી પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને વૃક્ષમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરો.

ગુરુવારે સવારે ભગવાન વિષ્ણુજીની પૂજા કર્યા પછી વ્રત અને દાનનો સંકલ્પ લેવો
ગુરુવારે સવારે ભગવાન વિષ્ણુજીની પૂજા કર્યા પછી વ્રત અને દાનનો સંકલ્પ લેવો

વ્રત અને દાનઃ-
ગુરુવારે સવારે ભગવાન વિષ્ણુજીની પૂજા કર્યા પછી વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને જળ સાથે જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આખો દિવસ વ્રત કરો. શરીર સાથ આપે તો ઉપવાસ પણ કરી શકાય છે. આખો દિવસ ફળાહાર કરી શકાય છે. એટલે સિઝનલ ફળ ખાઈ શકાય છે. ગુરુવારના દિવસે વ્રતમા કેરીનું સેવન કરવું ખૂબ જ શુભ મનાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો