20 નવેમ્બર, રવિવારે ઉત્પત્તિ એકાદશી ઊજવવામાં આવશે. આ એકાદશીને પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. ધર્મ-શાસ્ત્રો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા દેવી એકાદશી પ્રકટ થયા હતાં. માન્યતા છે કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી ગયા જન્મના પાપ પણ નષ્ટ થઈ જાય છે. આ વર્ષની ઉત્પત્તિ એકાદશીના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે.
ઉત્પત્તિ એકાદશીએ શુભ યોગ
વર્ષ 2022માં ઉત્પત્તિ એકાદશીએ 4 શુભ યોગ બની રહ્યા છે. આટલાં મહત્ત્વપૂર્ણ દિવસમાં એકસાથે 4 શુભ યોગનો સંયોગ બનવો ખૂબ જ ખાસ છે. આ ઉત્પત્તિ એકાદશીના દિવસે 4 શુભયોગ અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, પ્રીતિ યોગ અને આયુષ્યમાન યોગ બની રહ્યો છે. એકસાથે આટલાં બધા શુભ યોગનો સંયોગ બનવાથી ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી બેગણું ફળ મળશે.
ઉત્પત્તિ એકાદશીના શુભ યોગ
20 નવેમ્બર 2022, રવિવાર
20 નવેમ્બર 2022, રવિવાર- દિવસના ચોઘડિયા
રાતના ચોઘડિયા
ઉત્પત્તિ એકાદશી વ્રતનાં પારણાનો સમય
એકાદશી વ્રતનાં પારણા બીજા દિવસે એટલે બારસ તિથિએ કરવામાં આવે છે. જેથી પારણાનો સમય 21 નવેમ્બર 2022 સવારે 6.51 થી શરૂ થઈને સવારે 9 વાગ્યા સુધી.
ઉત્પત્તિ એકાદશી વ્રતના જરૂરી નિયમ
એકાદશી વ્રતમાં થોડાં જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીંતર વ્રતનું ફળ મળતું નથી. એકાદશી વ્રતના નિયમો પ્રમાણે એકાદશી પહેલાં દશમ તિથિએ રાતે ભોજન કરવું જોઈએ નહીં. શક્ય હોય તો એકાદશીના દિવસે આખો દિવસ નિર્જળા રહીને વ્રતનું પાલન કરવું. સાથે જ, આ દિવસે ઘરમાં ચોખાના પકવાન બનાવવા નહીં. શક્ય હોય તો વ્રત રાખનાર વ્યક્તિના ઘરના લોકોએ પણ ચોખાનું સેવન કરવું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.