- Gujarati News
- Dharm darshan
- Dharm
- Fasting Of Paush Chaturthi Twice In A Year After January 2 This Year, Now Akhurath Chaturthi Fast Will Be Done On December 22
સંકટ ચોથ:22 ડિસેમ્બરે સંકટ ચોથ; આ વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે
- ગણેશ પુરાણ પ્રમાણે સૌભાગ્ય, સમૃદ્ધિ અને સંતાનની કામના ચોથ વ્રત દ્વારા પૂર્ણ થાય છે
માગશર મહિનાની સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે. 22 ડિસેમ્બર, બુધવારના રોજ આ વ્રત કરવામાં આવશે. સંકટ ચોથનો અર્થ સંકટને હરનાર થાય છે. સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ શબ્દ છે, જેનો અર્થ મુશ્કેલ સમયથી મુક્તિ મેળવવાનો છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયક હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ પણ વધારે હોય છે.
ભગવાન ગણેશને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હરનાર પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્ત થાય છે.
ગણેશ પુરાણ પ્રમાણે સૌભાગ્ય, સમૃદ્ધિ અને સંતાનની કામના ચોથ વ્રત દ્વારા પૂર્ણ થાય છે
પૂજા વિધિ
- આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સાફ કપડા પહેરો
- બુધવાર હોવાથી આ દિવસે લીલા રંગના કપડા પહેરવા પણ શુભ માનવામાં આવે છે.
- ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વ્રત અને પર્વમાં તે દિવસ પ્રમાણે કપડા પહેરવાથી વ્રત સફળ થઈ જાય છે.
- સ્નાન કર્યા પછી ગણેશજીની પૂજા શરૂ કરો
- ગણેશજીની મૂર્તિને ફૂલથી સજાવો.
- પૂજામાં તલ, ગોળ, લાડવા, ફૂલ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળા કે નારિયેળ રાખો.
- સંકટ ચોથના દિવસે ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે.
- સાંજના સમયે ચંદ્ર ગર્શન પહેલાં ગણેશજીની પૂજા કરો અને સંકટ વ્રત કથાનો પાઠ કરો.