વર્ષનો છેલ્લો મહિનો તિથિ-તહેવારોની દૃષ્ટિએ ખાસ રહેશે. ડિસેમ્બર મહિનામાં અનેક વ્રત અને પર્વ રહેશે. જેમાં પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ, એકાદશી અને રુકમણી આઠમ છે. આ બધા દિવસ ખૂબ જ ખાસ રહેશે. આ મહિનાની 16 તારીખે ધર્નુમાસ શરૂ થશે. જે મકર સંક્રાતિએ પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકશે નહીં.
ડિસેમ્બર મહિનામાં આવતા મુખ્ય તહેવારો...
ગીતા જયંતી અને મોક્ષદા એકાદશી (3 ડિસેમ્બર, શનિવાર)- આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉપવાસ રાખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એક જ દિવસે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશી હોવાથી આ તિથિની સરખામણી મણિ ચિંતામણી સાથે કરવામાં આવે છે.
દત્તાત્રેય જયંતી (7 ડિસેમ્બર, બુધવાર)- આ વખતે આ શુભ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. મહાયોગીશ્વર દત્તાત્રેયને બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમનું અવતરણ માગશર મહિનાની તિથિએ થયું હતું અને તેમણે 24 ગુરુઓ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. ભગવાન દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદય થયો હતો. દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયના અનેક મંદિર છે.
રુકમણી આઠમ (16 ડિસેમ્બર, શુક્રવાર)- આ દિવસે કૃષ્ણ, રુકમણી અને પ્રદ્યુમનનું પૂજન કરવું જોઈએ, સાથે જ ભોગ ધરાવવો જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે જે જાતકો આ દિવસે વ્રત રાખે છે. સૌભાગ્યવતી મહિલાઓને ભોજન કરાવીને વસ્ત્ર દાન કરે છે. માન્યતા છે કે તેનાથી રુકમણી પ્રસન્ન થાય છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.
ધન સંક્રાંતિ (16 ડિસેમ્બર, શુક્રવાર)- આ દિવસે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્યના ધન રાશિમાં આવવાથી ધનુર્માસ શરૂ થઈ જશે. જે 14 જાન્યુઆરી સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઈ શકતાં નથી.
સફલા એકાદશી (19 ડિસેમ્બર, સોમવાર)- વર્ષની છેલ્લી તિથિ એકાદશીએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને ધ્યાન કરીને વ્રત કરવાનો સંકલ્પ કરવામાં આવે છે અને વિધિ વિધાન સાથે વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે, સફલા એકાદશીનું વ્રત કરવાથી જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ગુરુ ગોવિંદ સિંહ જયંતી (29 ડિસેમ્બર, મંગળવાર)- શિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહજી છે. તેમનો જન્મ પોષ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ 1666 ઈ.માં થયો હતો. આ દિવસથી ગુરુ ગોવિંદ સિંહનું પ્રકાશ પર્વ ઊજવવામાં આવ્યું હતું. શિખ ધર્મ સિવાય ગુરુ ગોવિંદ સિંહ અન્ય ધર્મના લોકો માટે પણ પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે જ ખાલસા પંથની સ્થાપના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.