તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંત ઉત્સવ:28 માર્ચે ફાગણ પૂર્ણિમા, આ દિવસે કરવામા આવતા દાનથી અક્ષય પુણ્ય મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે, પાણીમાં દૂધ મિક્સ કરીને પીપળાના વૃક્ષ ઉપર ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે

ફાગણ મહિનાની પૂર્ણિમાને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. પરંપરાઓ અને માન્યતાઓ પ્રમાણે ફાગણ મહિનાની પૂર્ણિમાએ વ્રત રાખવાથી અનેક ગણું ફળ મળે છે અને દરેક પ્રકારના કષ્ટ દૂર થઇ જાય છે. એટલે આ દિવસે સૂર્યોદયથી લઇને સાંજે ચંદ્રના ઉદય થવા સુધી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને સત્યનારાયણનું વ્રત કરવાની પરંપરા છે. આ તિથિએ સાંજે પ્રદોષ કાળમાં હોળિકા દહન કરવામાં આવે છે.

હિંદુ કેલેન્ડરનો છેલ્લો દિવસઃ-
ફાગણ હિંદુ પંચાંગ પ્રમાણે છેલ્લો મહિનો હોય છે. જ્યારે ગુજરાતી કેલેન્ડરમાં આસો મહિનો છેલ્લો મહિનો હોય છે. હિંદુ કેલેન્ડરમાં ફાગણ મહિનાની પૂનમ છેલ્લો દિવસ હોય છે. એટલે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. વિષ્ણુ, મત્સ્ય, બ્રહ્મ અને નારદ પુરાણ પ્રમાણે આ મન્વાદિ તિથિ પણ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવેલું દાન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા દાનથી અક્ષય પુણ્ય ફળ મળે છે. એટલે આ દિવસે તીર્થ સ્નાન અને શ્રદ્ધા પ્રમાણે અનાજ, જળ, સોનુ કે કપડાનું દાન કરવાની પરંપરા છે.

પિતૃઓ માટે શ્રાદ્ધનો દિવસઃ-
ફાગણ પૂનમ મન્વાદિ તિથિ હોવાથી આ દિવસે પિતૃ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. મત્સ્ય, નારદ અને વિષ્ણુધર્મોત્તર પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. અનેક જગ્યાએ આ દિવસે તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે. આ દિવસે પિતૃઓની પૂજા કરવાથી પિતૃદોષ ઓછો થાય છે.

ફાગણ પૂર્ણિમાની પરંપરાઃ-
ફાગણ પૂર્ણિમાએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થમાં સ્નાન કરવાની પરંપરા છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે. સ્નાન પછી શ્રદ્ધા પ્રમાણે દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનો સંકલ્પ લેવામાં આવે છે. પછી ઘરમાં વિષ્ણુ ભગવાનની પૂજા પછી મંદિરમાં જઇને દર્શન કરવામાં આવે છે. દિવસમાં સત્યનારાયણની કથાનો પાઠ કરવામાં આવે છે. ફાગણ પૂર્ણિમાએ જરૂરિયાતમંદ લોકોને ભોજન, પાણી અને કપડા સાથે જ જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો