• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Falgun Month Will Remain Till March 18, Not Only Is It Special For Religious Karma, It Has Also Been Told In Ayurveda, The Importance Of

ફાગણ મહિનો 1 એપ્રિલ સુધી રહેશે:ધર્મ-કર્મ માટે ફાગણ મહિનો ખૂબ જ ખાસ છે, આર્યુર્વેદમાં પણ આ મહિનાનું મહત્ત્વ જણાવ્યું છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાગણ મહિનો 3 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે. પુરાણોમાં આ મહિનાને ધર્મ-કર્મ માટે તો ખાસ માનવામાં આવ્યો છે. સાથે જ આયુર્વેદમાં પણ ફાગણ મહિનાને રોગ મુક્તિનો મહિનો જણાવ્યો છે. આ મહિનામાં વસંત ઋતુની શરૂઆત થવાથી હ્રદય-દિમાગમાં પોઝિટિવ વિચાર સાથે ઉત્સાહ અને ઉમંગ પણ જળવાયેલો રહે છે. સાથે જ, વાતાવરણમાં પરિવર્તનનો સંધિકાળ થવાથી આ મહિને ખાનપાનમાં નાના-મોટા ફેરફાર કરવાથી બીમારીઓથી બચી શકાય છે.

ઠંડી અને ગરમી વચ્ચેનો સમયગાળો
ફાગણ મહિનામાં વધારે ઠંડી હોતી નથી કે વધારે ગરમી પણ હોતી નથી. આ મહિને વાતાવરણ સારું રહે છે. પરંતુ આખો દિવસ થોડી ગરમી હોવાની સાથે જ સવારે અને રાતે ઠંડક રહે છે. એટલે આ સમયે ખાનપાનમાં ધીમે-ધીમે ફેરફાર કરવો જોઈએ. સવારે વહેલાં શરીર ઉપર તેલ અને સરસિયાના તેલથી માલિશ કર્યા પછી નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ.

આખો દિવસ પાણી વધારે પીવું જોઈએ, ફળ અને જ્યૂસ વધારે લેવા જોઈએ. અનાજનો ઉપયોગ ઓછો કરવો. આ મહિને માંસ અને દારૂનું સેવન ટાળવું. રાતે પંખો, કૂલર કે એસી શરૂ કરવાથી બચવું જોઈએ. આ મહિને જેટલું બની શકે દિવસમાં એક જ વાર ભોજન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓથી બચવું.

ફાગણ મહિનામાં ભોળાનાથને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે
ફાગણ મહિનામાં ભોળાનાથને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે

બીમારીઓથી બચવા માટે ફાગણમાં શિવપૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ધર્મગ્રંથોમાં ફાગણને બીમારીઓથી છુટકારો મેળવવાનો મહિનો માનવામાં આવે છે. માન્યતા છે કે રોગમાંથી મુક્તિ મેળવવા માટે ફાગણ મહિનો ઉત્તમ છે. આ મહિને ભોળાનાથને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે દેવતાઓને અબીર અને ગુલાલ અર્પણ કરવું જોઈએ.

દાનનું ખાસ મહત્ત્વ
ફાગણ મહિનામાં દાનનું વધારે મહત્ત્વ છે. આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે ગરીબ લોકોને દાન અને પિતૃઓને નિમિત્ત તર્પણ કરવું જોઈએ. ફાગણ મહિનામાં શુદ્ધ ઘી, તેલ, સરસિયાનું તેલ, સિઝનલ ફળ વગેરેનું દાન ખૂબ જ સારું ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે.

આઠ દિવસના હોળાષ્ટકઃ લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કામ ટાળો
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટક 8 દિવસના હોય છે. જેમાં શુભ કામ કરવામાં આવતા નથી. પૌરાણિક કથા પ્રમાણે કામદેવ દ્વારા ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાના કારણે શિવજીએ ફાગણ સુદ આઠમના દિવસે કામદેવને ભસ્મ કર્યા હતાં.
બીજી એક કથા પ્રમાણે રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે 8 દિવસમાં અનેક યાતનાઓ આપી હતી, એટલે હોળાષ્ટક સમયને લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સમારોહ જેવા શુભ કાર્યો કરવા માટે અશુભ માનવામાં આવે છે.