ઉપાસના:3 માર્ચથી 1 એપ્રિલ સુધી ફાગણ મહિનો રહેશે, આ મહિને શ્રીકૃષ્ણના ત્રણ સ્વરૂપોની પૂજા કરવાનું વિધાન છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

3 માર્ચ, ગુરુવારથી ફાગણ મહિનો શરૂ થશે. આ મહિને 18 માર્ચના રોજ હોલિકા દહન ઊજવાશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ફાગણ મહિનામાં વિષ્ણુજીના અવકાર ભગવાન શ્રીકૃષ્ણના ત્રણ સ્વરૂપોની પૂજા ખાસ કરવી જોઈએ. આ ત્રણ સ્વરૂપ છે- બાલકૃષ્ણ, રાધા-કૃષ્ણ અને ગુરુ કૃષ્ણ.

આ ત્રણ સ્વરૂપની પૂજા કેમ?

  • બાલકૃષ્ણ- જે લોકો સંતાન સુખ મેળવવા ઇચ્છે છે, તેમણે બાલકૃષ્ણની પૂજા કરવી જોઈએ
  • રાધા-કૃષ્ણ- સુખ-સમૃદ્ધિ, પ્રેમ, શાંતિ મેળવવા ઇચ્છો છો તો રાધા-કૃષ્ણની પૂજા કરવી જોઈએ
  • ગુરુ કૃષ્ણ- જે વ્યક્તિ જ્ઞાન મેળવવા ઇચ્છે છે અથવા કોઈ વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેમણે ગુરુ કૃષ્ણની પૂજા કરવી જોઈએ
ફાગણ મહિનામાં વિષ્ણુજીના અવકાર ભગવાન શ્રીકૃષ્ણના ત્રણ સ્વરૂપોની પૂજા ખાસ કરવી જોઈએ
ફાગણ મહિનામાં વિષ્ણુજીના અવકાર ભગવાન શ્રીકૃષ્ણના ત્રણ સ્વરૂપોની પૂજા ખાસ કરવી જોઈએ

બાલ ગોપાલનો અભિષેક અને પૂજા કેવી રીતે કરવી?

  • શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલ એટલે લડ્ડૂ ગોપાલને ઘરના મંદિરમાં રાખી શકે છે. ફાગણ મહિનામાં દક્ષિણાવર્તી શંખથી બાલ ગોપાલનો અભિષેક કરવો જોઈએ. આ મહિનામાં રોજ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો.
  • ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ચોખા, હાર-ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. ગણેશ પૂજન પછી શ્રીકૃષ્ણની પૂજા કરો.
  • બાલ ગોપાલને સ્નાન કરાવો. પહેલાં શુદ્ધ જળથી પછી પંચામૃતથી અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને કૃં કૃષ્ણાય નમઃ મંત્ર બોલીને અભિષેક કરો.
  • વસ્ત્ર અને આભૂષણ પહેરો. હાર-ફૂલ, ફળ મીઠાઈ, જનોઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, પાન, દક્ષિણા અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવો.
  • તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવો. આરતી કરો. આરતી કર્યા પછી પરિક્રમા કરો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો. તે પછી અન્ય ભક્તોને પ્રસાદ વહેચો અને જાતે પણ લો.